શા માટે યુવાનોમાં વધી રહ્યાં છે હાર્ટ એટેકનાં કેસો? જાણો તેની પાછળના 4 મોટા કારણો

અસ્વસ્થ જીવનશૈલી, ખરાબ આહાર અને તણાવ લોકોને નાની ઉંમરમાં જ હૃદયરોગ(Heart disease)નો શિકાર બનાવે છે. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક(Heart attack)થી અવસાન થયું કે ઓસ્ટ્રેલિયાના…

અસ્વસ્થ જીવનશૈલી, ખરાબ આહાર અને તણાવ લોકોને નાની ઉંમરમાં જ હૃદયરોગ(Heart disease)નો શિકાર બનાવે છે. અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક(Heart attack)થી અવસાન થયું કે ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું પણ અચાનક હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. આ એક ખતરાની ઘંટડી છે જે યુવા પેઢી પર મંડરાઈ રહી છે. હાર્ટ એટેક શરીરની નસોમાં યોગ્ય રીતે લોહીના પ્રવાહમાં અસમર્થતા અને લોહીના ગંઠાઈ જવાની સમસ્યાને કારણે થાય છે. તેમજ લોહી ગંઠાઈ જવાને કારણે હૃદયમાં બ્લોકેજ થાય છે અને લોહી હૃદય સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે.

નાની ઉંમરમાં હાર્ટ એટેક માટે આ કારણો જવાબદાર છે:
અમેરિકન હાર્ટ એસોસિએશનના એક અભ્યાસ મુજબ, યુવાનોની સતત બગડતી જીવનશૈલી અને ખાવાની આદતો તેમને નાની ઉંમરમાં જ હૃદય રોગથી ઘેરી લે છે. યુવાનોમાં હૃદયરોગ અને હાર્ટ એટેક વધવા પાછળનું સૌથી મોટું કારણ ધૂમ્રપાન છે. તો ચાલો જાણીએ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા પાછળનું કારણો શું છે.

1. ખરાબ જીવનશૈલી:
તમામ સુવિધાઓ વચ્ચે યુવાનોની જીવનશૈલી દિવસેને દિવસે બગડી રહી છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો હવે સ્વાદની સામે પોતાના સ્વાસ્થ્યની અવગણના કરી રહ્યા છે, જેની સીધી અસર હૃદયના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. ખોરાકમાં વધુ પડતું જંક ફૂડ, તૈલી અને મસાલેદાર ખોરાક આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે. આ તૈલી ખોરાકમાં કેલરીની માત્રા વધુ હોય છે તેટલી જ તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

2. ધૂમ્રપાન અને મદ્યપાન:
છેલ્લા કેટલાક સમયથી ધૂમ્રપાન અને ડ્રિંકિંગ યુવાનોનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. યુવાનો વધુને વધુ ધૂમ્રપાન અને દારૂ પીવાની લતમાં સપડાઈ રહ્યા છે. દારૂ અને સિગારેટનો નશો તેમને કેટલી હદે નુકસાન પહોંચાડે છે તે જાણવા છતાં. હકીકતમાં, દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધે છે. હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓને સીધી અસર કરે છે અને હૃદય ઝડપથી પંપ કરવાનું શરૂ કરે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો અનેકગણો વધી જાય છે.

3. તણાવ:
જો કે, તણાવ દરેક વય માટે નુકસાનકારક છે. બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિએ સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસ્તવ્યસ્ત જીવનશૈલી, કામનું વધુ પડતું દબાણ, પારિવારિક જવાબદારી અને પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાની સ્પર્ધાને કારણે યુવાનો વધુ તણાવ લઈ રહ્યા છે. આ તણાવ હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ તણાવ પાછળથી હાર્ટ એટેકનું કારણ બને છે.

4. વધારે વજન:
ઝડપથી વધી રહેલી સ્થૂળતા હાર્ટ એટેકનું મુખ્ય કારણ બની રહી છે. શરીરમાં ચરબી નસોના ખૂણામાં જમા થવા લાગે છે, જેના કારણે નસો સાંકડી થઈ જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી અને લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી જાય છે. આ સ્થિતિ હાર્ટ એટેકને આમંત્રણ આપી શકે છે. આવી સ્થિતિમાં નાની ઉંમરમાં ઝડપથી વધતું વજન ખતરનાક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *