રાફેલ સ્કેમમાં મોદી સરકારને ક્લીન ચિટ આપવાનું રીટર્ન ગીફ્ટ રાજ્યસભાની સીટ? જાણો હકીકત

ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ને ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજ્યસભા માટે પસંદ કર્યા છે, ત્યારે આ નિર્ણય પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા…

ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ને ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજ્યસભા માટે પસંદ કર્યા છે, ત્યારે આ નિર્ણય પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ સવાલો અયોધ્યા અને રાફેલ મુદ્દે મોદી સરકાર તરફથી ચુકાદા ને કારણે થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટનાએ ૪ ન્યાયાધીશ માં સામેલ છે, જેમણે પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરીને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને આડકતરી રીતે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં દખલગીરી કરી રહી હોવાનું પણ આક્ષેપ થયો હતો. પરંતુ એવું શું થયું? કે તેમને રાજ્ય સભા મોકલવામાં આવ્યા તેની પાછળ રાજકીય વિશ્લેષકો અલગ-અલગ કારણો આપી રહ્યા છે.

દિપક મિશ્રા બાદ ચીફ જસ્ટિસ બનેલા રંજન ગોગોઈ એ ઘણા ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા જેમાં મોદી સરકારને ઘણી વખત રાહત પણ મળે છે. રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લિનચિટ આપનારી જજ ની બેન્ચમાં ચીફ જસ્ટિસ સામેલ હતા. જ્યારે રામ મંદિર ના ચુકાદામાં પણ રંજન ગોગોઈ નો મહત્વપૂર્ણ રોલ કર્યો હતો.

વિપક્ષ ના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, રંજન ગોગોઈ એ ઈમાનદારી સાથે સમાધાન કરવા વાળા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. કોંગ્રેસના એક નેતાએ તો ફોટો સાથે ત્વિત કરીને આક્ષેપ કર્યો કે, રાફેલ સ્કેમમાં ક્લીન ચિટનું આ રીટર્ન ગીફ્ટ છે? અસુદ્દીન ઓવેસી એ તો ત્યાં સુધી કહી દીધું કે, ચીફ જસ્ટિસ ના નિર્ણયોથી સરકારને લાભ થયો હતો. જેટલીએ પણ કઈ હોય તો કે તેમની વિરુદ્ધ મહિલાએ શારીરિક શોષણની ફરિયાદ કરી હતી. જે સંવિધાન અને લોકતંત્ર માટે ઠીક નહોતી. હવે સવાલ એ વાતનો ઊઠે છે કે, સરકારને જાણ હતી કે રંજન ગોગોઈ અને રાજ્યસભા મોકલવાથી વિવાદ થશે જ.

રાજકીય વિશ્લેષકો માને છે કે રંજન ગોગોઈ ને ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા બાદ રાજ્ય સભાના પદ પર પસંદ કરવા માટે આગામી આસામની ચૂંટણી કારણભૂત હોઈ શકે છે. જસ્ટીસ ગોગોઈ એ સમુદાય થી આવે છે, જેમનો આસામમાં ખાસ્સો પ્રભાવ છે. ભાજપ આ પહેલા ભુપેન્દ્ર હજારિકા ને પણ ભારતરત્ન આપી ચૂકી છે. રંજન ગોગોઈ એ દશકો થી લંબાઈ આવેલો અયોધ્યા વિવાદ પૂર્ણ કર્યો હતો. અને ઐતિહાસિક નિર્ણય આપીને રામ મંદિર તરફી ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય એવો હતો કે, જેના લીધે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ ભાવ બની રહેલો જે આ નિર્ણયને એક ખાસ વાત હતી.

સરકારી સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ વિરોધ કરી રહી છે, તે ખોટો ગણી શકાય. કારણ કે કોંગ્રેસે પણ ભૂતકાળમાં પૂર્વ ચીફ જસ્ટિસને રાજ્યસભા સાંસદ બનાવ્યા જ હતા. વિશે પૂર્વ ચીફ જસ્ટિસ રંગનાથ મિશ્રા ને કોંગ્રેસ સરકારે ભૂતકાળમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારબાદ તેમને રાજ્ય સભાના સાંસદ પણ બનાવ્યા હતા. રાજકારણના જૂના જોગીઓ માને છે કે, 1984ના શીખ તોફાનોમાં કોંગ્રેસના નેતાઓને રંગનાથ મિશ્રા એ ક્લિનચીટ આપી હતી જેનું તેમને ઇનામ મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *