‘રાંધણ ગેસના ભાવ 1 હજાર કેમ?’ સી.આર.પાટીલના કાર્યક્રમમાં આ સવાલ પૂછતાં નેતાઓમાં મોઢા સિવાય ગયા

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા શરૂ કરવામાં આવેલ વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત વડોદરા(Vadodara) જિલ્લામાંથી કરવામાં આવી હતી. જેને લઈને બુધવારે પાદરા સ્થિત આયોજીત કાર્યક્રમમાં…

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા શરૂ કરવામાં આવેલ વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત વડોદરા(Vadodara) જિલ્લામાંથી કરવામાં આવી હતી. જેને લઈને બુધવારે પાદરા સ્થિત આયોજીત કાર્યક્રમમાં હજાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil) દ્વારા કોંગ્રેસ(Congress)ના ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)ના નિવેદન સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં જઈ ચેક અપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુ ધર્મના ભાઈ-બહેનોની લાગણી સાથે રમત રમવાનું બંધ કરે. હું અહિયાથી તેમને ચેતવણી આપુ છું કે, આવો જો પ્રયત્ન તેઓ અવારનવાર કરશે તો આ હિંદુ પ્રજા તેમને પાઠ ભણાવશે અને તે પણ તેમને જાણી લેવાની જરૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાદરામાં વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સી.આર.પાટીલની સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને નાગરિકે ગેસ સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? પ્રજાનું નહીં વિચારવાનું? તેવો સવાલ કરવામાં આવ્યો હતો અને આ સવાલ કરતાં 14 સેકન્ડમાં માઇક લેવાતાં લોકશાહીનું હનન થયું તે પ્રકારની લાગણી ઉભરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vandankumar Bhadani (@vandanbhadani)

મહત્વનું છે કે, આ દરમિયાન સભામાં એક નાગરિકે હાથમાં માઇક લઇને સવાલ ઉઠાવ્યો હતો કે રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર કેમ? શું તમારે પ્રજાનું નહીં વિચારવાનું? મને જવાબ આપો. આ સવાલને પગલે સભામાં રહેલ કેટલાક લોકોએ તાળીઓ પણ પાડી હતી. અંતે સવાલ પૂછનાર નાગરિકના હાથમાંથી માઇકલ લઇ લેવામાં આવ્યું હતું. જો કે સ્ટેજ પર રહેલા નેતાઓના મો સિવાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *