સ્ત્રીઓ શા માટે પોતાના પેટમાં વાત નથી રાખી શકતી તેનું કારણ જાણો છો? ક્લિક કરી વાંચો…

એ વાત જગ જાહેર છે કે સ્ત્રીઓ પોતાને કહેવામાં આવેલી ખાનગી વાત પોતાના અંદર રાખી નથી શક્તિ. આની પાછળ મહાભારતની એક કથા જોડાયેલી છે. માનવામાં આવે છે કે, જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે કુંતીએ પાંડવોને કર્ણ વિશે કહ્યું કે, તે તેનો ભાઈ છે. આ સાંભળીને બધા પાંડવો નિરાશ થયા. કારણ કે અર્જુનના હાથે કર્ણનો વધ થઇ ચૂક્યો હતો, જે પછી પાંડવોને આ વિશે જાણ થઇ હતી. ત્યારબાદ યુધિષ્ઠિરે સન્માન સાથે કર્ણનો અંતિમ સંસ્કાર કર્યો. આ પછી માતા કુંતી પાસે જઇ અને તે જ ક્ષણે તેણે બધી સ્ત્રીજાતિને શ્રાપ આપ્યો કે, આજથી કોઈ પણ મહિલા કોઈ પણ પ્રકારના ગુપ્ત રહસ્યને છુપાવી શકશે નહીં.

 

મહાભારતને મહાન અને રસપ્રદ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. ધર્મની સુરક્ષા માટે ભાઈઓ વચ્ચે થયેલા આ યુદ્ધમાં ઘણી રસપ્રદ વાર્તાઓ અને પ્રસંગો છે, જેનાથી મોટાભાગના લોકો આજે પણ અજાણ છે. ત્યારે આજે મહાભારતના એ 3 બનાવો વિશે જાણીએ જે આજે પણ પૃથ્વી પર જોઇ શકાય છે.

જ્યારે પાંડવો સ્વર્ગ છોડતા હતા, ત્યારે તેઓએ તેમના બધા રાજ્ય અભિમન્યુના પુત્ર પરિક્ષિતના હાથમાં સોંપી દીધા. રાજા પરિક્ષિતે એકવાર શમીક ઋષિની ગરદન પર મરેલો સાપ મૂક્યો. શમીક ઋષિના પત્ર શ્રુંગીને આ વિશેની જાણ થતા તેણે પરિક્ષિત રાજાને શ્રાપ આપ્યો કે આજથી બરાબર સાત દિવસ બાદ તક્ષક નાગના ડંસથી તારુ મૃત્યુ થઇ જશે. રાજા પરિક્ષિતના જીવિત રહેતા કળયુગમાં પૃથ્વી પર આવવાનું સાહસ ન કરી શકે, પરંતુ પરિક્ષિતનું મૃત્યું થયું અને કળયુગનું પૃથ્વી પર આગમન થયું.

મહાભારતના યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ પાંડવોના પુત્રોનો વધ કર્યો. જેનો પીછો કરતા અર્જૂને અશ્વત્થામાની સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો સામે અશ્વત્થામાએ પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. મહર્ષિ વેદવ્યાસ તેમની વચ્ચે આવ્યા અને બંન્નેને ટકરાતા રોકી લીધા.

વેદવ્યાસે તેમને પોતાના બ્રહ્માસ્ત્ર ફરી લઇ લેવાનું કહ્યું. આ વાતને અર્જૂને માની લીધી પરંતુ અશ્વત્થામાએ પોતાના અસ્ત્રની દિશા બદલી અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ સામે કરી દીધી. ભગવાન શ્રીકૃષ્ણ તેનાથી ક્રોધે ભરાયા અને અશ્વત્થામાને ત્રણ હજાર વર્ષ સુધી પૃથ્વી પર ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો. અને કહ્યું કે પૃથ્વીની કોઇ પણ જગ્યાએ કોઇ પણ પુરૂષ કે માનવી સાથે તારી વાત નહીં થઇ શકે.

Facebook Comments