જાણો કેમ ઇંગ્લેન્ડનો કેપ્ટન બે-બે ટોપી પહેરીને ફિલ્ડીંગ કરે છે? ચોંકવનારૂ કારણ આવ્યું સામે

રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જયારે ભારત અને ઈંગ્લેન્ડનોઈ વિરુદ્ધ T-20 સિરીઝ ચાલી રહી છે ત્યારે ચોથી મેચમાં 8 રને ભારતે હરાવી દીધું…

રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જયારે ભારત અને ઈંગ્લેન્ડનોઈ વિરુદ્ધ T-20 સિરીઝ ચાલી રહી છે ત્યારે ચોથી મેચમાં 8 રને ભારતે હરાવી દીધું હતું. યજમાન ટીમે જીતની સાથે જ 5 મેચની સિરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી હતી.

આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવની ઈનિંગની ખૂબ ચર્ચા થઈ હતી પણ આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન પણ ક્રિકેટચાહકોમાં ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા. મોર્ગન ભારતીય ઈનિંગ દરમિયાન 2 ટોપી પહેરીને ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા.

મોર્ગન ચોથી મેચમાં જ નહીં પણ ત્રીજી મેચમાં 2 કેપ પહેરીને ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમયે પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું કે, આખરે મોર્ગન આવું શા માટે કરે છે. તેઓ કેમ 2 ટોપી પહેરીને ફિલ્ડિંગ કરી રહ્યા છે જેને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

કોરોનાકાળમાં ICCનો નિયમ શું છે?
જો મોર્ગન આવું કરી રહ્યા છે તો તેની પાછળનું કારણ ICCનો નિયમ રહેલુ છે. કોરોના કાળમાં નવા નિયમો પ્રમાણે, મેદાન પર ખેલાડીઓ તથા અમ્પાયરોએ સામાજિક અંતરનું પાલન કરવું પડશે. એવા સમયમાં ખેલાડી પોતાની કોઈપણ ચીજ-વસ્તુ જેમ કે ટોપી, ચશ્મા, અમ્પાયર સાથી ખેલાડીઓને આપી ન શકે. તેમણે પોતાનો સામાન પોતાની પાસે જ રાખવો પડશે. ખેલાડીઓએ પોતાની ચીજોનું ધ્યાન પોતે જ રાખવું પડશે.

નવા નિયમ પ્રમાણે, બોલર અમ્પાયર કે સાથી ખેલાડીઓને પોતાની કેપ આપી શકતા નથી. આ જ કારણસર મોર્ગન માથા પર 2 કેપ પહેરીને ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. 2 ટોપી પહેરીને ફિલ્ડિંગ કરનાર મોર્ગન એકમાત્ર ખેલાડી નથી. ગત વર્ષે યુએઈમાં યોજાયેલ IPLમાં પણ અનેકવાર એવું જોવા મળ્યું હતું.

ICCના નિયમથી ગુસ્સે થયો હતો આફ્રિદી :
પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ICCના આ નિયમથી ગુસ્સે થયો હતો. પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલ્તાન્સની તરફથી રમતા આફ્રિદી પેશાવર જાલ્મીની વિરુદ્ધ મેચ વખતે એ સમયે નારાજ દેખાયા હતા. જ્યારે તેમની બોલિંગ દરમિયાન અમ્પાયરે તેમની ટોપી લેવાનો ઈનકાર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *