જાણો કેવી રીતે દિવસેને દિવસે ઘટી રહ્યું છે ઓક્સીજનનું પ્રમાણ- આ લેખ વાંચ્યા પછી તમને આ વાયરલ ફોટોનું સત્ય સમજાશે

ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. દરેક પૃથ્વી પરના સજીવને ઓક્સિજનએ પ્રાથમિક જરૂરિયાત છે. જોકે પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યાં સુધી પ્રકૃતિ સંતુલિત છે ત્યાં સુધી કોઈ…

ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. દરેક પૃથ્વી પરના સજીવને ઓક્સિજનએ પ્રાથમિક જરૂરિયાત છે. જોકે પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યાં સુધી પ્રકૃતિ સંતુલિત છે ત્યાં સુધી કોઈ સમસ્યા ઉદ્ભવતી નથી. પરંતુ જ્યારે પ્રકૃતિના સંતુલનને વિખેરવાનો પ્રયત્ન થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સજીવો માટે સમસ્યા ઉદ્ભવે છે.

હાલની આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યાં જુઓ ત્યાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યા છે જેના પાછળનું એક કારણ એ છે કે, હવામાંથી આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું લાગે છે આ ઉપરાંત તેના પાછળનું મજબૂત કારણ છે વાયુ પ્રદૂષણ.

જણાવી દઈએ કે, હવામાં સામાન્ય રીતે 23 ટકા ઓક્સિજન હોય છે. આપણે દર મિનિટે શ્વાસમાં 8 લીટર જેટલી હવા ફેફસામાં ભરીએ છીએ. એટલે કે, રોજની 11,000 લિટર હવા શ્વાસમાં ભરાવી જોઈએ અને એ હવામાં 19.5 ટકા ઓક્સિજન હોવો જોઈએ. જો આટલો ઓક્સિજન આપણને મળે તો આપણે સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકીએ છીએ.

આપણા શ્વાસમાં 19.5 ટકા ઓક્સિજન ફેફસામાં આવે છે. પરંતુ આપણે એમાંથી માત્ર પાંચ ટકા જ ઓક્સિજન વાપરી શકીએ છીએ બાકીનો 14.5 ટકા ઓક્સિજન ઉશ્વાસમાં બહાર ફેંકાઈ જાય છે. આ હિસાબ પ્રમાણે તાજગીથી જીવવા માટે રોજ 550 લીટર ઓક્સિજન મળી રહેવો જરૂરી છે.

આટલો ઓક્સિજન મેળવવા માટે આપણી આસપાસ ઓક્સિજન આપનાર ઓછામાં ઓછા 7 વૃક્ષો હોવા જોઈએ. પરંતુ આજે જ્યાં જોઈએ ત્યાં વૃક્ષો કાપીને ફક્ત ક્રોનકીટનાના જંગલો ખડકવામાં આવી રહ્યા છે. એક સર્વે મુજબ, ગુજરાતમાં આશરે 35 કરોડ વૃક્ષો છે.

ગામડામાં સરેરાશ વ્યક્તિ દીઠ 5.5 વૃક્ષ હોય છે જ્યારે શહેરોમાં 100 નાગરિક વચ્ચે 11 વૃક્ષો છે. એટલે કે દર 10 નાગરિકો વચ્ચે એક વૃક્ષ. શહેરના લોકોને તાજગીભર્યા રાખવા માટે 10 નાગરિક વચ્ચે ઓછામાં ઓછાં 70 વૃક્ષ હોવા જોઇએ. આમ શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાને કારણે હવામાં પ્રાણવાયુની ઘટ પડે એ સ્વાભાવિક છે.

સામાન્ય રીતે વ્યક્તિને તાજગીથી જીવવા માટે હવામાં 19.5 ટકા ઓક્સિજન હોવો જોઈએ. જો હવામાં ઓક્સિજનનું પ્રમાણ 10 ટકા થઈ જાય તો મગજ કામ કરવાનું બંધ કરી દે છે. પછી આપણે વિવેક અને બુદ્ધિ વગર હિલચાલ કરતા રહીએ છીએ અથવા સ્થિર થઈ જઈએ છીએ. જો ઓક્સિજનનું પ્રમાણ માત્ર 6 ટકા થઈ જાય તો આપણે જ નહીં બધા સજીવો મૃત્યુ પામે છે.

તો બીજી બાજુ એક અહેવાલ મુજબ છોડનું દરેક પાંદડું દર એક કલાકે 5ml ઓક્સિજન હવામાં આપતું રહે છે. એક વ્યક્તિ માટે ઓછામાં ઓછા પાંચ હજાર પાંદડામાંથી મળતો ઓક્સિજન જોઈએ. એટલે કે, તમારી આસપાસ જો નાના 300 જેટલા કુંડામાં છોડ ઉછેરવામાં આવે તો આ છોડના પાંદડામાંથી મળતો ઓક્સિજન એક વ્યક્તિ માટે જેટલો જરૂરી છે તેટલો પ્રાપ્ત થઇ શકે છે. જો છોડને બદલે વૃક્ષ ઉછેરવામાં આવે તો અનેક લોકોને તેનો લાભ મળી શકે છે.

મહાનગરોની ગીચ વસ્તીમાં સામાન્ય રીતે હવામાં ઓક્સિજનનું પ્રમાણ 19.5 ટકાને બદલે 16 થી 18 ટકા જેટલું જ હોય છે. આથી સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો કરતા મહાનગરમાં રહેતા લોકોમાં હતાશા, થકાવટ વધારે જોવા મળે છે. એટલે કે જો આપણે પૃથ્વીના સંતુલિત ચક્રમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એક વ્યક્તિએ ઓછામાં ઓછા 8 થી 10 વૃક્ષો ઉછેરવા જરૂરી છે.

નહીતો એક સમયે શાળાએ જતાં નાના બાળકોને સ્કૂલ બેગની એક બાજુ પાણીની બોટલ અને બીજી બાજુ ઓક્સિજનની બોટલ લગાવીને શાળાએ જવાનો વારો આવી શકે છે. માટે પ્રકૃતિના આ સંતુલન ચક્રને અસ્થિર થતું અટકાવવા માટે હવે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને સાચા અર્થમાં પર્યાવરણને બચાવવાના પ્રયાસો થાય એ જ હાલના સમયની માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *