જાણો, અમિતાભના નિવાસસ્થાન પાસે શા માટે વિરોધ પ્રદર્શન થયા ?

મુંબઇની આરે કોલોનીમાં ૨૬૦૦થી વધુ વૃક્ષો કાપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલા સામાજીક કાર્યકર્તાઓએ બીગ બી અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો. આના…

મુંબઇની આરે કોલોનીમાં ૨૬૦૦થી વધુ વૃક્ષો કાપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલા સામાજીક કાર્યકર્તાઓએ બીગ બી અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો. આના માટે મુંબઇ મેટ્રો કાર શેડ પરિયોજનાના સમર્થનમાં સુપરસ્ટારનું એક ટવીટ્ જવાબદાર હતું. પ્રદર્શનકારીઓએ આરે ને બચાવો, બગીચાઓથી કાંઇ જંગલ બનતા નથી એવા નારા સાથે હાથમાં બેનર અને પોસ્ટર પકડીને પ્રદર્શન કરી રહયા હતા.

મેટ્રો કાર શેડ માટે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના છે પરંતુ અમિતાભે મંગળવારે એક ટવીટ્ દ્વારા પોતાના મિત્રને ઇમરજન્સી સારવારની જરુર હતી ત્યારે કારના સ્થાને મેટ્રોમાં જવાનું પસંદ કર્યુ હતું. તે પાછા ફર્યા ત્યારે મેટ્રો સુવિધાથી ખૂબજ પ્રભાવિત થયા કે આ વધુ સુવિધાવાળી, ઝડપી અને ઉત્તમ પ્રકારની છે. પ્રદૂષણના વિકલ્પ તરીકે વધુ વૃક્ષો વાવો. મેં મારા બગીચામાં  વૃક્ષો વાવ્યા હતા, શું આપે વાવ્યા ?

અમિતાભની આ ટવીટ્ની મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રબંધ નિદેશક પ્રશંસા કરીને ટવીટ બદલ અમિતાભને ધન્યવાદ આપ્યા હતા. બસ તે પછી  ત્યાર પછી કેટલાક પર્યાવરણવાદીઓ દ્વારા અમિતાભનો વિરોધ શરુ થયો હતો. એક ટવીટ્માં લખાયું કે પ્રિય બચ્ચનજી બગીચાનું રક્ષણ કરવાનું છોડીને તમારી રાહ જોઇ રહેલા મિત્રો સાથે જોડાવાની અપીલ કરું છું. શ્રીમાન આવો અમે તમને આરે કોલોની લઇ જઇએ, જયાં જોઇને તમારો દ્વષ્ટીકોણ બદલાઇ જશે. આરે રાહ જોઇ રહયું છે?

આરે કોલોની મુંબઇ મહાનગરનું સૌથી મોટો ગ્રીન વિસ્તાર છે. અહીં મેટ્રો પ્રોજેકટ માટે આડેધડ વૃક્ષો કાપવાનો રાજકિય અને સામાજિક સંગઠનો દ્વારા પણ વિરોધ થઇ રહયો છે. વિરોધીઓ મેટ્રો કાર શેડ પરીયોજનાને કોઇ અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી રહયા છે. બોલીવુડની અનેક હસ્તીઓ અને નેતાઓએ પણ સમર્થન આપ્યું છે. જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે થોડાક દિવસ પહેલા આર કોલોની ગ્રીન વિસ્તાર જંગલ નહી પરંતુ સરકારી જમીન હોવાનું જણાવ્યું હતું પરંતુ બીગ બી ની એક ટવીટ્થી પર્યાવરણપ્રેમીઓ નારાજ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *