નીર્વીવાદિત સુષ્મા સ્વરાજ શા માટે તમામ પક્ષોના દિલ પર રાજ કરતા હતા? જાણો વધુ

TrishulNews.com
Loading...
trishulnews.com ads

ગઈકાલે મોદી રાત્રે દીલ્હીના પૂર્વ સીએમથી લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજનું દિલ્હી ની એમ્સમાં નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહોતા લડી શક્યા. પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા સુષમા સ્વરાજ દેશની બહાર રહેતા ઈન્ડિયન ડાયસ્પોરાના મનમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું કારણકે તેઓ સમસ્યાઓનો જલદી ઉકેલ લાવતા હતા. સુષમા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે ભારતે કૂલભુષણ જાધવના મુદ્દાને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ઉઠાવ્યો હતો.

દિવંગત સુષ્મા સ્વરાજના નામે કેટલાય કીર્તિમાન છે, જેને હવે આખો દેશ યાદ કરશે. 1977માં જ્યારે તેઓ 25 વર્ષમાં હતાં ત્યારે જ સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બની ગયાં હતાં. તેઓને 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય મળ્યા હતા. જે બાદ 27 વર્ષની ઉંમરમાં 1979માં તેઓ હરિયાણા જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ બન્યાં હતાં. સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજનૈતિક પાર્ટીની પહેલી મહિલા પ્રવક્તા હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત હતું. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પહેલા મહિલા નેતા પણ હતાં.


Loading...

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ બીજાં એવી મહિલા હતાં જેમણે વિદેશ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. ગત 4 દશકમાં તેઓ 11 ચૂંટણી લડ્યાં જેમાંથી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ ખરાં. સુ,્મા સ્વરાજ સાત વખત સાંસદ રહી ચૂક્યાં છે. પંજાબના અંબાલા છાવણીમાં જન્મેલ સુષ્મા સ્વરાજે પંજાબ યૂનિવર્સિટી ચંદીગઢથી લૉની ડિગ્રી હાંસલ કરી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો. કટોકટીનો ભારે વિરોધ કર્યા બાદ તેઓ સક્રિય રાજનીતિ સાથે જોડાઈ ગયાં હતાં. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદનાં પ્રથમ અને એકમાત્ર એવાં મહિલા સદસ્ય હતાં, જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લિેમેન્ટિરિયમ સન્માન મળ્યું.

એમ્સમાં સુષમા સ્વરાજને લઈ જવામાં આવ્યા તેના 3 કલાક પહેલા તેમણે આ ટ્વિટ કરી હતી. જમ્મુ-કાશ્મીરની પુન:રચનાનું બિલ પસાર થયું તે અંગે તેમણે ટ્વિટ કરી હતી. આ બિલ પસાર થયું તે માટે સુષમા સ્વરાજે લખ્ચું હતું કે વડાપ્રધાનજી – તમારું હાર્દિક અભિનંદન. તેમણે જે પંક્તિ લખી હતી તેનાથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓને એ વાતનો આભાસ થઈ ગયો કે તેઓ આ દુનિયાને છોડીને જઈ રહ્યા છે. સુષમા સ્વરાજે ટ્વિટમાં લખ્યું હતું કે હું મારા જીવનમાં આ દિવસને જોવાની રાહ જોઈ રહી હતી.

trishulnews.com ads

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...