દેશમાં અચાનક કેમ વધ્યા લાગ્યા કેસ? શું વેક્સિન કોરોનાથી બચાવશે? જાણો શું કહે છે AIIMS ના ડાયરેક્ટર

હાલ કોરોનાની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, એક દિવસમાં 2-2 લાખ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં જાન્યુઆરીથી…

હાલ કોરોનાની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, એક દિવસમાં 2-2 લાખ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં જાન્યુઆરીથી કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. રસી લગાવ્યા બાદ પણ સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. તેનું કારણ શું છે? શું વેક્સિન કોઈ કામની નથી? અને દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કેમ આવી ગંભીર છે? ગઈ કાલે આ તમામ સવાલોના જવાબ એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ આપ્યા છે.

કોરોનાની બીજી લહેર આવવાનું શું છે મુખ્ય કારણ?
ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, કોરોનાના કેસોમાં થઇ રહેલા ઉછાળ માટે ઘણા ફેક્ટર જવાબદાર છે. પરંતુ બે મુખ્ય કારણ છે જેથી કેસ વધ્યા. તેમણે કહ્યું, કોરોનાના કેસમાં ઉછાળના બે મુખ્ય કારણ છે. પ્રથમ તે કે જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેક્સિનેશન શરૂ થયું અને નવા કેસ ઘણા નીચે ગયા ત્યારે લોકોએ કોરોના સાથે જોડાયેલા નિયમનું પાલન કરવાનું બંધ કરી દીધુ. બીજુ કારણ છે કે, વાયરસ મ્યૂટેટ થયો અને ઝડપથી ફેલાવા લાગ્યો.

યુનિવર્સિટી ઓફ શિકાગો લો સ્કૂલના પ્રિત્ઝકર સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર અનૂપ મલાની દ્વારા દેશમાં કોરોનાના વધતા કેસની પાછળ વધુ એક સંભવિત કારણ જણાવવામાં આવ્યું છે. તેઓ કહે છે કે, વાયરસ લોકોને બીજીવાર પણ સંક્રમિત કરી રહ્યો છે. કેસ વધવા પાછળ આ પણ કારણ હોઈ શકે છે.

વેક્સિન 100 ટકા અસરકારક નહીં છતાં કેમ જરૂરી?
આપને સૌ જાણીએ જ છીએ કે, કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેને જોતા કોઈના મનમાં તે સવાલ થવો સ્વાભાવિક છે કે, શું વેક્સિન સંક્રમણથી બચાવ કરવામાં નિષ્ફળ છે અને જો નિષ્ફળ છે તો તેની ઉપયોગીતા શું છે, કેમ વેક્સિન લેવી જોઈએ? રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઈને આ ભ્રમ પણ દૂર કર્યો. તેમણે કહ્યું, આપણે તે યાદ રાખવુ પડશે કે કોઈપણ વેક્સિન 100 ટકા અસરકારક નથી. તમે સંક્રમિત થઈ શકો છો પરંતુ તમારા શરીરના એન્ટીબોડી વાયરસ વધવા દેશે નહીં અને તમે ગંભીર રૂપથી બીમાર થશો નહીં.

વેક્સિન સંક્રમણ નથી રોકતી પરંતુ તેની ગંભીરતા ઓછી કરશે: અનૂપ મલાની
એક્સપર્ટ વારંવાર લોકોને રસીનું મહત્વ જણાવી રહ્યાં છે. સ્વાસ્થ્ય અને વિકાસ અર્થશાસ્ત્રી પ્રોફેસર અનૂપ મલાનીએ પણ કહ્યુ કે, કોવિડ-19 રસી કોઈ વ્યક્તિને સંક્રમિત થતા નથી રોકતી. પરંતુ, બીમારીને ઝડપથી ઠીક કરવા અને તેની ગંભીરતાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પ્રોફેસર મલાની ભારત ભરમાં શહેરો અને રાજ્યોમાં આર્થિક વિકાસ કેન્દ્રીત થિંક-ટેંક આઈડીએફસીની સાથે કોવિડ-19 સીરોસર્વે સિરીઝનું નેતૃત્વ કરી રહ્યાં છે.

હેલ્થ સિસ્ટમ ડામાડોળ 
એમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, આપણે જોઈ રહ્યાં છીએ કે હેલ્થકેર સિસ્ટમ પર ખુબ દબાવ છે. જે રીતે કેસ વધી રહ્યાં છે, તેને પહોંચવા માટે આપણે હોસ્પિટલમાં બેડ અને અન્ય સુવિધા વધારવી પડશે. આ સિવાય આપણે જલ્દી કોરોના કેસમાં પણ ઘટાડો લાવવો પડશે.

ગુલેરિયાએ ચૂંટણી અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ કોરોનાના નિયમના પાલનની જરૂરીયાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, આ એવો સમય છે જ્યારે દેશભરમાં તમામ ધાર્મિક ગતિવિધિ થાય છે અને ચૂંટણી ચાલી રહી છે. આપણે સમજવુ પડશે કે જિંદગીઓ પણ મહત્વપૂર્ણ છે. આપણે આ વસ્તુને નાના સ્તરે કરી શકીએ જેથી ધાર્મિક ભાવનાને ઠેંસ ન પહોંચે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પણ પાલન થઈ શકે.

નવા કેસ અને મોતોમાં છેલ્લા બધા રેકોર્ડ તૂટ્યા
ભારતમાં કોરોનાના રેકોર્ડ 2,34,692 નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 1,45,26,609 થઈ ગઈ છે તો એક દિવસમાં અત્યાર સુધી સર્વાધિક 1,341 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે સવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસ 16 લાખથી વધુ જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *