રાજકારણે પતી-પત્નીને કર્યા અલગ- પત્ની ભાજપમાં જોડાઈ તો, કોંગ્રેસ ધારસભ્ય પદે રહેલા પતિનું કાપી નાખ્યું પત્તું

જાણવા મળ્યું છે કે, પંજાબ (Panjab) માં કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) ની ટિકિટ કાપવામાં આવી છે, કારણ કે તેની પત્ની કોંગ્રેસ છોડીને ભાજપ (BJP) માં…

જાણવા મળ્યું છે કે, પંજાબ (Panjab) માં કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) ની ટિકિટ કાપવામાં આવી છે, કારણ કે તેની પત્ની કોંગ્રેસ છોડીને ભાજપ (BJP) માં જોડાઈ હતી. ખરેખર તો રાજકારણ (Politics) માં સગપણ ચાલતું નથી, અહીં માત્ર ને માત્ર સત્તાની ભૂખ અને ખુરશીની લાલસા હોય છે. દીકરો ક્યારે પોતાના જ પિતાનો દુશ્મન બની જાય, ક્યારેક મા-દીકરી સામસામે આવી જાય, ક્યારેક ભાઈ-ભાઈ એકબીજાના વિરોધી બની જાય છે. ક્યારેક પતિ-પત્ની પોતાના પ્રેમ સંબંધને ભૂલીને દુશ્મન બની જાય છે.

જો કે, હાલમાં જેની ચર્ચા કરી રહ્યા છીએ તે છે અંગદ સિંહ સૈનીની છે, જે પંજાબના નવાશહેરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. કોંગ્રેસ સામે બળવો કરનાર યુપી ધારાસભ્ય અદિતિ સિંહના પતિ છે. અદિતિ એ અમેરિકાથી અભ્યાસ પૂરો કર્યા બાદ વર્ષ 2019માં પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સિંહ સૈની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ને ઘણી ચર્ચાઓ કરી હતી. અદિતિ અને તેના પતિ અંગદને ઉત્તર પ્રદેશ અને પંજાબની વિધાનસભાઓમાં સૌથી યુવા ધારાસભ્ય માનવામાં આવતા હતા. મળતી માહિતી અનુસાર અદિતિ સિંહ ભાજપમાં જોડાઈ હતી. જાણવા મળ્યું છે કે, પત્ની ભાજપમાં જોડાવાને કારણે પંજાબમાં પતિ અંગદની ટિકિટ કાપી નાખી હતી.

ખરેખર, ટિકિટ વિતરણના ત્રણ દિવસ પહેલા જ અંગદે તેની ફેસબુક પોસ્ટમાં તેની પત્ની સાથેના ખટાશના સંબંધોની માહિતી આપી હતી. આ પોસ્ટમાં અંગદે જણાવ્યું હતું કે, અદિતિ છેલ્લા એક વર્ષથી તેનાથી અલગ રહે છે. અંગદ કદાચ પહેલાથી જ જાણતો હતો કે તેની પત્ની અદિતિએ કોંગ્રેસ છોડ્યા પછી તેના માટે મુશ્કેલી ઊભી કરી છે. એટલા માટે તે પતિ-પત્નીના સંબંધોની અંગત વાતો સોશિયલ મીડિયા પર મૂકી હતી. તેથી તેઓના સંબંધોની કડવાશ સામે આવી હતી. હવે પતિ-પત્નીને જ ખબર કે સાચું શું છે અને ખોટું શું છે. હકીકતમાં, અંગદે આ પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેની પત્નીની વિચારધારાને કારણે કોંગ્રેસ પ્રત્યેની તેમની નિષ્ઠા પર શંકા ન કરવી જોઈએ. પત્ની સાથેના સંબંધોમાં મતભેદોને વિચારધારાના મતભેદો સાથે જોડવા જોઈએ નહીં.

અંગદ એક વર્ષથી પત્નીથી દૂર રહેતો હતો, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડને સંદેશ આપવા માટે તેણે આ અંતર અને વૈચારિક મતભેદોને આખી દુનિયાની સામે મુક્યા છે. તેને લાગ્યું હશે કે આ જાણ્યા પછી કદાચ તેની સાથે આ અન્યાય નહીં થાય, પરંતુ તેમ છતાં અંગદની ટિકિટ કપાઈ ગઈ છે. મતલબ કે પતિ-પત્ની પોતાની ખુરશી બચાવવા દુનિયાની સામે અલગ થઈ ગયા, પરંતુ પાર્ટીએ તેમની જ ગેમ કરી નાખી. આ પછી લોકોને લાગ્યું કે અંગદે પણ પત્નીના પગલે ચાલીને બીજેપીમાં જોડાઈ જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *