પત્ની પીડાઈને ચીસો પાડતી રહી અને પતિ બન્યો હેવાન, સાસુએ જોયું તો ઉડી ગયા હોશ

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં કકરાપોખર ગામની અંદર એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. જ્યારે પોલીસને આ ઘટના અંગે ખબર પડી…

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં કકરાપોખર ગામની અંદર એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. જ્યારે પોલીસને આ ઘટના અંગે ખબર પડી ત્યારે પોલીસે તે મહિલાને જિલ્લા હોસ્પિટલમાં  દાખલ કરાવી. અને ત્યાંથી જ પતિની વિરુદ્ધ હત્યા અને દહેજ અગેનો કેસ નોંધીયો હતો.

હકીકતમાં આ ઘટના અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, શુક્રવારની રાત્રે જ્યારે પત્ની પોતાના રૂમની અંદર સુતી હતી. ત્યારે તેમનો પતિ ઘરમાં આવીને જ્યાં તેમની પત્ની સુતી હતી તે રૂમમાં અંદર ગયો તેની ઘરમાં રહેતા બીજા સભ્યો પોતાના જૂના ઘરની અંદર સૂવા ગયા હતા. જેથી આ નવા ઘરની અંદર પતિ-પત્ની બંને એકલા જ હતા. તેમના પતિએ આનો લાભ ઉઠાવી પોતાની પત્નીનું ગળું દબાવી અને તેની હત્યા કરી નાખી.

બીજે દિવસે જ્યારે તે છોકરીના સાસુ સસરા પોતાની વહુને જગાડવા માટે આવ્યા ત્યારે તેને જોયું તો ઘરની અંદર દરવાજો ખુલ્લો હતો અને પોતાની વહુની ની લાશ પડી હતી. અને પોતાનો પુત્ર લોહીલુહાણ ત્યાં બેઠો હતો. આ જોઇને સાસુના મોમાંથી ચીસ પડી ગઈ. ચીસ સાંભળતા જ આસપાસ ના લોકો ભેગા થાય ગયા.

થોડી જ વારમાં ગામના લોકો ત્યાં ભેગા થઈ ગયા. અને જ્યારે તે લોકોએ આ દ્રશ્ય જોયું ત્યારે ગામના લોકો પણ હેરાન રહી ગયા. એટલી જ વારમાં ત્યાંના પોલીસ અધિકારી રાજેશકુમાર દૂબે પણ પોતાની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેણે મૃત મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પોલીસે યુવકની ધરપકડ કરી છે. અને હાલમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આમ આજે પણ આ સમાજની અંદર અમુક એવી જગ્યાઓ છે, જ્યાં અગાઉના જુના કુરિવાજોને માનવામાં આવે છે. અને તેના કારણે લોકો અમુક એવા કામ કરીએ છે કે, જેથી કરીને તેને આખી જિંદગી પસ્તાવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *