ગુજરાત: શ્રીમંત પરિવારની આ મહિલા દરરોજ દારૂ પી ને પોતાના પતિ સાથે કરતી એવું કામ કે…

Published on Trishul News at 3:19 PM, Tue, 20 October 2020

Last modified on October 20th, 2020 at 3:19 PM

સાધરણ રીતે પતિ દારૂ પીઇને તેની પત્નીને માર પીટ કરતો હોય છે. આવા ઘણા કિસ્સાઓ વારંવાર સાંભળવામાં આવે છે. જો કે આજે એક અલગ જ કિસ્સો જાણવામાં આવ્યો હતો. આ કિસ્સામાં એક મહિલા દારૂ પીઇને પોતાના પતિને ધમકી આપતી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવી છે.

પતિએ પોતાની જ પત્નીની વિરુદ્ધ દારૂ પીધા પછી મારપીટ અને ધમકાવવાનો આક્ષેપ લગાવ્યો છે. આ માહિતી અંગે પોલીસએ કેસ નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રહેતાં એક યુવકે પોતાનાં પરિવાર સામે જઇને વર્ષ 2018માં પ્રેમ લગ્ન કર્યા હતા. તે તેની પત્ની સાથે જુદા મકાનમાં રહેવા ગયો હતો. આ પછી ધીમે ધીમે પરિવાર સાથેના વ્યવહાર ચાલુ થઇ ગયા હતા.

તેના લગ્નના અમુક સમય પછી જ પોતાની પત્ની દારૂ પીવે છે તે અંગેની જાણ તેના પતિને થઇ હતી.  જેના લીધે યુવક પોતાની પત્ની લઈને પોતાના પરિવારની સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ અહિયાં તેની પત્નીની આદતો પુરી ન થવાથી તેને સાસુ સસરાને માનસિક રીતે ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

તે યુવકની પત્ની દારૂ પીઇને ઘણી વાર યુવકનાના કારખાને પહોંચી જતી હતી. ત્યાં જઈને ખરાબ ખરાબ ગાળો બોલતી. જેના લીધે યુવકે તેને ઘણી વાર સમજાવ્યા છતા પણ તેની આદતો ચાલુ જ રહી હતી. આમાં યુવકના પિતાને કોરોના થઇ જતા તેમને હોમ ક્વોરન્ટાઇન થવું પડ્યુ. યુવતીએ યુવકને તેના પિતાની સારવાર માટે પણ જવા દીધો ન હતો. આ બાબતે બોલચાલ થઇ જતા યુવતીએ દારૂ પીઇને પોતાના જ પતિને મારી નાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ગુજરાત: શ્રીમંત પરિવારની આ મહિલા દરરોજ દારૂ પી ને પોતાના પતિ સાથે કરતી એવું કામ કે…"

Leave a comment

Your email address will not be published.


*