પહેલી રાત માટેની આ ઈચ્છાઓ હોય છે પત્નીના મનમાં, પરંતુ કહી નથી શકતી પતિને. જાણો કઈ વાતો ?

Published on Trishul News at 5:20 PM, Tue, 3 September 2019

Last modified on April 7th, 2020 at 2:47 PM

લગ્નનું મહત્વ પતિ અને પત્ની માટે સમાન જ હોય છે પરંતુ લગ્ન કરનાર કન્યાના મનમાં તેના લગ્ન પછીના જીવન માટે અઢળક અરમાન અને ઈચ્છાઓ હોય છે. તે પોતાના પિતાનું ઘર છોડી પતિના ઘરે જઈ નવી દુનિયા વસાવે છે. તેવામાં તેના મનમાં ઈચ્છા હોય છે કે તેનો પતિ તેની પસંદ નાપસંદનું ધ્યાન રાખે. લગ્નજીવન કેવું હશે તેના સપના દરેક યુવતી લગ્ન પહેલાથી જ જોતી હોય છે. આવી જ રીતે કન્યાના મનમાં તેની લગ્ન પછીની પહેલી રાત માટેની કેટલીક ઈચ્છાઓ પણ હોય છે. આ ઈચ્છાઓ વિશે તે પોતાના પતિ સાથે ચર્ચા કરી શકતી નથી. તો ચાલો જાણી લો કઈ છે એવી સાત વાતો જેનું ધ્યાન દરેક પતિએ રાખવું જોઈએ.

1. જરૂરી નથી કે લગ્નની પ્રથમ રાત્રિએ સંબંધ બનાવવા જ જોઈએ. પત્ની સાથે વાત કરી અને એકબીજાની લાગણી સમજવાનો પ્રયાસ કરી શકે છે. આ રીતની ચર્ચાઓ કરી તમારી વચ્ચે ઈમોશનલ બોન્ડિગ વધારી શકો છો. પત્નીને અનુભવ કરાવો કે તમે તેની ઈચ્છાનું માન રાખશો.

2. લગ્નની દોડધામમાં કન્યા સરખું ભોજન પણ કરી શકતી નથી. તેથી પહેલીરાત્રે થોડા લાઈટ ફૂડની વ્યવસ્થા પણ કરો. તેમાં પણ જો પત્ની ખાવાપીવાની શોખીન હોય તો આ વ્યવસ્થા તેને ખૂબ ગમશે.

3. યુવતીઓ ફર્સ્ટનાઈટને યાદગાર બનાવવા ઈચ્છતી હોય છે તેથી રોમાંટિક તસવીર ક્લિક કરવાથી બેસ્ટ વિકલ્પ અન્ય કોઈ નહીં હોય. તમે તેની કૈંડિડ તસવીરો પણ ક્લિક કરી શકો છો.

4. યુવતી જો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય તો, લગ્ન બાદ પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરો અને બંને સાથે મળી લોકોની પ્રતિક્રિયાને માણો.

5. યુવતીઓ લગ્નમાં મળેલી ભેટ માટે પણ એક્સાઈટેડ હોય છે. તો તમે પત્ની સાથે મળી અને વેડિંગ ગિફ્ટ્સ પણ જોઈ શકો છો અને તમે પોતે પણ તેને ગિફ્ટ આપી સપ્રાઈઝ કરી શકો છો.

6. લગ્નની પહેલી રાત્રે લોકોની ભીડભાડથી દૂર આવ્યા બાદ પત્ની સાથે પ્રાઈવેટ પાર્ટી કરી શકો છો કે પછી તેની સાથે કેન્ડલ લાઈટ ડેટ પ્લાન કરો.

7. પત્ની લગ્નની ભાગદોડથી થાકેલી હોય તો તેને રિલેક્સ થવા દો અને પોતાના હાથે હળવી મસાજ કરી આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "પહેલી રાત માટેની આ ઈચ્છાઓ હોય છે પત્નીના મનમાં, પરંતુ કહી નથી શકતી પતિને. જાણો કઈ વાતો ?"

Leave a comment

Your email address will not be published.


*