સુરતીઓને વધામણાં! આ તારીખે થવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદ્‌ઘાટન- આ ખાસ વ્યક્તિને અપાશે આમંત્રણ, નામ જાણીને…

સમગ્ર વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ગુજરાત (Gujarat) ના સુરત (Surat) શહેર (City) માં ડાયમંડ બુર્સ (Diamond Bourse) નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હીરાની…

સમગ્ર વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ગુજરાત (Gujarat) ના સુરત (Surat) શહેર (City) માં ડાયમંડ બુર્સ (Diamond Bourse) નું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હીરાની હરાજી આસાનીથી થઈ શકે એના માટે બુર્સ કમિટી દ્વારા વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવશે. આ ઓક્શન હાઉસ 50,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું હશે.

આપને જાણીને આશ્વર્ય થશે કે, 66 લાખ સ્ક્વેર ફૂટમાં બુર્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. અહીં ઓક્શન હાઉસ પણ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. જાન્યુઆરી માસના વર્ષ 2022માં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થાય એના માટે બુર્સ કમિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં એકસાથે કુલ 4200 ઓફિસ હશે. કેટલીક ઓફિસોના માલિકોને ફર્નિચર કરવા માટે ઓફિસ સોંપી પણ દેવામાં આવી રહી છે. ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણી જણાવે છે કે, આવનારા જાન્યુઆરી માસમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરાશે. જેનું ઉદ્દઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે. આની સાથોસાથ જ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને પણ આમંત્રણ આપવાનું આયોજન કરાયું છે.

ડ્રીમ સિટીમાં પે એન્ડ પાર્ક તૈયાર થશે:
છેલ્લાં થોડાં દિવસોથી સુરત શહેરના બ્રોકરો દ્વારા ડાયમંડ બુર્સની નજીક પાર્કિંગની માંગણીઓ કરવામાં આવી રહી છે ત્યારે આપને જણાવી દઈએ કે, હીરાના વેપારમાં બ્રોકરો માધ્યમ હોવાને લીધે ડ્રીમ સિટીમાં જ પે એન્ડ પાર્ક તૈયાર કરવામાં આવશે.

ડિસેમ્બર માસના અંત સુધીમાં કામ પૂર્ણ થશે:
સુરત ડાયમંડ બુર્સનું કામકાજ પુર ઝડપે ચાલી રહ્યું છે ત્યારે કોરોનાકાળમાં પણ ડાયમંડ બુર્સનું કામ અટક્યું ન હતું. હાલમાં ડાયમંડ બુર્સનું કામ 90% થી વધુ થઈ ચુક્યું છે. ડિસેમ્બર માસના અંત સુધીમાં પુર્ણ કરવાનું લક્ષ્ય રહેલું છે. ત્યારપછી જાન્યુઆરી માસમાં ઉદ્દઘાટન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *