જો તાલીબાન મહિલાઓને ક્રિકેટ રમવાની મંજુરી નહીં આપે તો થશે જોવા જેવી- જાણો કોણે આપ્યું ચોંકાવનારુ નિવેદન

Published on: 12:53 pm, Fri, 10 September 21

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે કહ્યું હતું કે, તે અફઘાનિસ્તાન સામેની એતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચ રદ કરશે જ્યાં સુધી તાલિબાનો મહિલાઓ પર રમત રમવાના કથિત પ્રતિબંધને પાછો નહીં ખેંચે. તમને જણાવી દઈએ કે, તાલિબાન તરફથી મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા થઈ છે, જે બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું આ નિવેદન સામે આવ્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીધું જ કહ્યું છે કે, જો તાલિબાનો ખરેખર મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ લગાવે છે, તો ઓસ્ટ્રેલિયા હોબાર્ટમાં યોજાનારી ટેસ્ટ મેચ રદ કરશે. જણાવી દઈએ કે અફઘાનિસ્તાન ટીમ 27 નવેમ્બરથી હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ ગયા વર્ષે જ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે.

તાલિબાનના સાંસ્કૃતિક આયોગના ડેપ્યુટી હેડ અહમદુલ્લાહ વસિકે જણાવ્યું હતું કે, નવા શાસનમાં મહિલાઓ ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમશે નહીં. તેણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, મને નથી લાગતું કે મહિલાઓને ક્રિકેટ રમવાની છૂટ આપવામાં આવશે કારણ કે તે જરૂરી નથી કે મહિલાઓએ ક્રિકેટ રમવું જોઈએ. તેમના ચહેરા અને શરીરને ઢાંકવામાં આવશે નહીં, ઇસ્લામનો કાયદો મહિલાઓને આ રીતે મંજૂરી આપતો નથી.

“આ મીડિયાનો યુગ છે, અને ત્યાં ચિત્રો અને વીડિયો હશે, અને પછી લોકો તેને જોશે. ઇસ્લામ અને ઇસ્લામિક અમીરાત મહિલાઓને ક્રિકેટ રમવાની કે જ્યાં તેઓ ખુલ્લા હોય તેવી પ્રકારની રમતોની મંજૂરી આપતા નથી.” તાલિબાને સત્તા સંભાળ્યા બાદ તરત જ કહ્યું કે, અફઘાનિસ્તાનની પુરુષ ટીમનું શેડ્યૂલ ખોરવાશે નહીં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે હજુ પણ 27 નવેમ્બરે એતિહાસિક મેચનું આયોજન કરવાની આશા રાખે છે.

નોંધપાત્ર બાબત એ છે કે, આઈસીસીના તમામ સંપૂર્ણ સભ્યોએ પુરુષોની ટીમ સિવાય મહિલા ટીમને મેદાનમાં ઉતારવી જરૂરી છે. ગયા વર્ષે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે તેઓ તેમના ઇતિહાસમાં પ્રથમ વખત 25 મહિલા ક્રિકેટરોને કરાર આપશે. હવે જોવાનું રહેશે કે ICC આ અંગે શું નિર્ણય લે છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું શું વલણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.