શું ગુજરાતમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? GST લાગુ કરવા તૈયાર છે ગુજરાત સરકાર પરંતુ…

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકો ખુબ પરેશાન થઈ ગયાં છે. એક…

હાલમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહનચાલકો ખુબ પરેશાન થઈ ગયાં છે. એક અહેવાલ અનુસાર, ઓપેક અને બીજા દેશોએ ક્રૂડતેલના ઉત્પાદનમાં મેં સુધી ઘટાડો કરવાની ફરી જાહેરાત કરી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ પણ વધારો થઇ શકે છે. આ પગલાને કારણે દેશના અમુક ભાગોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકારની આશા હતી કે આગામી દિવસોમાં ક્રુડનું ઉત્પાદન વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવશે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે. હાલ દેશમાં પેટ્રોલની કિંમત છે તેમાંથી 60 ટકા ટેક્સ નાખવામાં આવ્યો છે.

વધતા-જતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પેટ્રેલ-ડીઝલને GSTમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી છે. કારણ કે, પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવામાં આવશે તો આવકના 50 ટકા કેન્દ્ર લઈ જશે. માત્ર 50 ટકા રાજ્યને મળશે. જ્યારે હાલ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સની આવક પુરેપુરી ગુજરાત સરકાર પાસે જાય છે.

ગુજરાત વિધાનસભામાં આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લઈ જવામાં આવે ત્યારે આજે ગૃહમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ વાત કરવા માગું છું કે GSTનો બેઝિક કાયદો એવો છે કે આવકના 50 ટકા રાજ્યને તો 50 ટકા કેન્દ્રને જાય.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સિમેન્ટ ગુજરાતમાં બને પણ એનું મોટું વેચાણ અન્ય રાજ્યમાં જાય તો ટેક્સએ રાજ્યને મળે છે. ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા, ત્યારે તેમની માંગણી હતી કે શરૂઆતના 5 વર્ષ ગેરેન્ટી આપે, કેન્દ્રમાં ચિદમ્બરમે તે વખતે હા પણ પાડી હતી. પરંતુ કોંગ્રેસની સરકાર રાજ્યોને રક્ષણ આપતી ન હતી. બધાને મીઠું બોલવું ગમે છે, પણ એની અસર શું થાય તે તો આવનારો સમય જ દેખાડે છે.

પેટ્રોલ-ડીઝલની હાલની આવક રાજ્યની છે, જેમાંથી કેન્દ્રને કશું આપવાનું રહેતું નથી. પેટ્રોલ-ડીઝલને GST નીચે લાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ સંમતિ આપતા નથી. Gstમાં પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે તો 50 ટકા ટેક્સ કેન્દ્ર લઈ જાય છે. પેટ્રોલ ડીઝલને GSTમાં લઇ જવું હોય તો ગુજરાત તૈયાર છે. પણ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જોઈએ.

ચર્ચા એવી પણ થઇ રહી છે કે, જો સરકારે પેટ્રોલ GSTના દાયરામાં લાવે તો પેટ્રોલના ભાવ ઘટી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય સલાહકાર સોમ્યકાંતિ ઘોસ અને તેમની ટીમે એકોરેપના તાજેતરના અંકમાં લખ્યું છે કે, જો સરકાર પેટ્રોલ ને GSTના દાયરામાં લાવે છે તો તેના ભાવ 75 રૂપિયા સુધી નીચે આવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરીય ટેક્સ અને વેરા પર વીરાને કારણે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવ દુનિયામાં સૌથી વધારે છે.

પટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીના દાયરામાં લાવવામાં લાવે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા સુધી આવી શકે છે. સરકાર આવું કરે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારને એક લાખ કરોડ રૂપિયાની આવક નુકસાન થશે. જે જીડીપીના 0.4 ટકા છે. હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર પોતાની જરૂરિયાતના હિસાબે મૂલ્યવર્ધન કર લગાવે છે. જ્યારે કેન્દ્ર તેની ઉપર ઉત્પાદન વેરા અને અન્ય કર વસૂલે છે.

નિષ્ણાતોનો દાવો કે, જીએસટી પ્રણાલી લાગુ કરતી વખતે પેટ્રોલ-ડીઝલને પણ તેના દાયરામાં લાવવાની વાત કરાઈ હતી. જોકે હજી સુધી એવું નથી થયું. પેટ્રોલ-ડીઝલના ભાવ ની આ નવી ટેક્સ પ્રણાલીમાં લાવવાથી તેના ભાવમાં રાહત મળી શકે છે. એસબીઆઇ કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ક્રુડ ઉત્પાદનોની જીએસટીના દાયરામાં લાવવા નથી માગતી. કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદન ઉપર વેચાણવેરો વેત વગેરેને કારણે સરકારની આવકનો મોટો સ્ત્રોત છે. આ પ્રકારની બાબતોમાં સરકારની રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે, જેને કારણે હજી સુધી ક્રુડ ઓઇલને જીએસટીના દાયરામાં નથી લાવી શકાયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *