અત્યાર સુધી જે પણ કોઈ તાજમહેલની મુલાકાતે ગયા છે તેના છૂટાછેડા થઇ ગયા છે, તો શું ટ્રમ્પ-મેલેનિયાના પણ થશે? જાણો અહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 કિલોમીટરનો રોડ શો કર્યા બાદ મોટેરા…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 કિલોમીટરનો રોડ શો કર્યા બાદ મોટેરા સ્ટેડિયમની હકડેઠઠ ભીડને સંબોધન કરશે. તેઓ અમદાવાદ બાદ આગ્રા જવાના છે. જ્યાં તેઓ પ્રેમના સ્મારક ગણવામાં આવતા તાજમહેલની મુલાકાત લેશે. ત્યાં તેઓ સ્કુલની પણ મુલાકાત લેશે. તાજમહેલ પ્રેમનું પ્રતીક છે ત્યારે તાજ મહેલ ભલે શાહજહાં દ્રારા બનાવવામાં આવેલ પ્રેમનું સ્મારક હોય, પણ વિશ્વના ખ્યાતનામ જે જે મહાનુભવોએ પ્રેમના આ પ્રતીકની મુલાકાત લીધી છે, ત્યારે તેઓના લગ્નજીવનમાં ભંગાણ પડે છે, તેમના થોડા સમયની અંદર જ છૂટાછેડા થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિથી વ્લાદિમીર પુતિન, બ્રિટનના રાજકુમારી ડાયના સહિત 6 લોકો સાથે એવું બન્યું છે.

તો આવો અમે આવી જ વિશ્વભરની હસતીઓ અંગે તમને જણાવીએ:

1. પ્રિન્સેસ ડાયના- પ્રિન્સ ચાર્લ્સ

પોતાની ખૂબસુરતી માટે ખ્યાતનામ અને પ્રિન્સ ચાર્લ્સની પત્ની રાજકુમારી ડાયના પોતાના લગ્નજીવન માટે પણ ખૂબ જ લોકપ્રિય રહી હતી. 1992ની એ સાલ હતી જ્યારે બ્રિટીશ રાજકુમારી ડાયના તાજમહેલની મુલાકાતે આવ્યા હતા. એ સમયે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું પણ હતું કે, સારું હોત ચાર્લ્સ અહીં હોત, પણ થયું એવું કે દસ મહિના બાદ જ ડાયના અને ચાર્લ્સ વચ્ચે છૂટાછેડા થયા હોવાના આશ્ચર્યજનક અહેવાલ આવ્યો હતો.

2. વ્લાદિમીર પુતિન

વ્લાદિમીર પુતિન અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન વર્ષ 2000ની સાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ સમયે પણ તેઓ તાજ મહેલ જોવા માટે આગ્રા ગયા હતા. પણ ત્રણ વર્ષ બાદ દુનિયાના સૌથી મોટા નેતાના કોઈ કારણોસર છૂટાછેડા થઈ ગયા.

3. રસેલ બ્રાન્ડ અને કેટ પેરી

હોલિવૂડના કોમેડિયન એક્ટર રસેલ બ્રાન્ડ તેમની ગર્લફ્રેન્ડ કેટી પેરી સાથે ડિસેમ્બર મહિનાની 2009ની સાલમાં ભારત આવ્યા હતા. હોલિવુડના સૌથી જાણીતા કોમેડિયન રસેલ બ્રાન્ડ તાજ મહેલ જોવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમની પત્ની કેટ પેરી પણ હતી. જેમનો સંગીતની દુનિયામાં સિક્કો પડતો હતો. માત્ર સંગીત જ નહીં ખૂબસુરતી પણ પાણી પાણી કરી દે તેવી હતી. તાજ મહેલ આવ્યા અને આ બંન્ને જોડી અલગ થઈ ગઈ. તે પણ 14 મહિનાના ટુંકાગાળામાં.

4. ટોમ ક્રૂઝ-કેટી હોમ્સ

કોણ નથી ઓળખતું ટોમ ક્રૂઝને ? વર્ષ 2011માં ટોમ કૂઝ ઘોસ્ટ પ્રોટોકોલના વર્લ્ડ પ્રીમિયમ અગાઉ તે ભારત આવ્યા હતા. તેણે તો મિશન ઈમ્પોસિબલ ઘોસ્ટ પ્રોટોકોલ જેવી ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ કર્યું હતું. તેમાં અનિલ કપૂર જેવો ભારતનો અભિનેતા પણ જોવા મળ્યો હતો. જેઓ સાથે તાજ મહેલ જોવા ગયા હતા. ટોમ ક્રૂઝના આ ત્રીજા લગ્ન હતા. એ પણ કૈટી હોમ્સ સાથે. જેને પણ હુસ્નની સમ્રાજ્ઞી માનવામાં આવે છે. પણ તાજ મહેલ જોયા બાદ આ જોડી છૂટી પડી ગઈ.

5. બોરિસ બેકર-લિલિ

વર્ષ 2012માં વિશ્વના મહાન ટેનિસ પ્લેયર બોરિસ બેકર પોતાની પત્ની લિલિ સંગાથે તાજ મહેલની મુલાકાતે આવ્યો હતો. પત્ની સાથે તાજ મહેલ પહોંચ્યો અને થોડા સમયમાં છૂટાછેડા થઈ ગયા. બેકરે 17 વર્ષની ઉંમરે ગ્રેન્ડસ્લૈમ જીત્યો હતો.

6. જેક્લીન કેનેડી-જ્હોન એફ કેનેડી

વર્ષ 1962માં અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની પત્ની જેકલીન કેનેડી અમેરિકાની પ્રથમ લેડી રહેતા ભારત-પાકિસ્તાનની ગુડવિલ ટ્રીપ પર આવ્યા હતા. તેમને પણ તાજ મહેલ જોવાની ઈચ્છા પનપી હતી. અહીંથી તેઓ પરત ફર્યા અને 1963માં કેનેડીની હત્યા થઈ જતા, તેમને એકલવાયું જીવન વિતાવવાનો વારો આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *