કોરોનાના કારણે આપણી જીવનશૈલીમાં થયેલા અમૂલ્ય બદલાવ, નાનાથી લઈને મોટા સુધીના દરેકને ખાસ વાંચવા જેવો લેખ

સંજય ઇઝાવા: વર્ષ ૨૦૧૯ માં બહુ કાળજી રાખ્યા બાદ તમામ લોકો ધીરે ધીરે કોવીડ ૧૯ નું રૂપ ભૂલવા લાગ્યા હતા. આજે ફરી ૨૦૨૧ માં કોવીડ…

સંજય ઇઝાવા: વર્ષ ૨૦૧૯ માં બહુ કાળજી રાખ્યા બાદ તમામ લોકો ધીરે ધીરે કોવીડ ૧૯ નું રૂપ ભૂલવા લાગ્યા હતા. આજે ફરી ૨૦૨૧ માં કોવીડ -૧૯ નો શિકાર બન્યું ત્યારે ઘણી બધી વસ્તુઓ શીખવા મળી છે. આવો આ કોવીડ સમયમાં મનમાં આવેલ અમુક વિચારો અને સત્ય સાથે થોડી ચર્ચા કરી લઈએ.

કોવીડ-૧૯ પેહલાની સેવાકીય જીંદગી:
કોવીડ-૧૯ પેહલાની જીંદગીમાં આપ લોકો જેમ જાણો છો એમ હું મારા કરતા પણ વધારે લોકોના હક, અધિકાર અને ફરજો વિષે જાગૃત કરવા માટે પોતાના નાણાનો વપરાસ કરીને ઉત્સુક રેહતો હતો. એક દિવસ દરમિયાનના સમયમાં ૬૦% વધારે સમય સમાજ સેવા માટે ઉપયોગ કરીને વધુમાં વધુ લોકો કઈ રીતે જાગૃત થાય એ માટે ઘણું કામ કર્યું છે.

કોવીડ -૧૯ દરમિયાન જાણવા મળેલ હકીકતો:
કોવીડ-૧૯ લોકો માટે જીવલેણ મહામારી છે ત્યારે ઘણા લોકો એને કમાઈના એક સાધન માટેની બીમારીના રૂપમાં જોવા લાગ્યા છે. આ મહામારી અંગે અને એના સારવાર અંગે પુરતી જાણકારી હોઈ કે ના હોઈ બસ બે ચાર ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરી લો. કોવીડ-૧૯ હોસ્પિટલ શરુ કરવા આ ભાગ -૨ માં ડોકટરો પણ ધોડ દામ કરી રહ્યા છે.

જયારે ૧૦ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન મને કોવીડ-૧૯ ના લક્ષણો જોવા મળ્યા ત્યારે મારા મિત્ર એવા ડોક્ટરની સૂચના મુજબ લક્ષણોના અધારે દવા ચાલુ કરીને ઘરમાંજ આરામ કરવાનું શરુ કરી દીધેલ હતું. એક બે દિવસ માં ઉધરસનું પ્રમાણ વધતા પહેલી વાર એક હોસ્પીટલની સારવાર લેવાનું નક્કી કરવામાં આવેલ હતું. સાંજના સમય માં પાલ, અડાજણ સ્થિત એક હોસ્પીટલમાં દાખલ થઇ ને દવા શરુ કરી દેવામાં આવી અને સવાર સુધીમાં તબિયત માં સુધારો દેખાતા સવારે ડોક્ટર દ્વારા રજા પણ આપી દેવામાં આવી.

એકજ દિવસની સારવાર પછી સાંજે ફરી તબિયત ખરાબ થતા ફરી બીજી હોસ્પિટલ માં જવાનું નક્કી કર્યું, જ્યાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ હતી. વેસુ સ્થિત આ જગ્યા એક હોટલ અઈસોલેશન સેન્ટર છે. કોવીડ-૧૯ માટે સારવાર અને અન્ય સુવિધાઓ અહિયાં ઉભી કરવામાં આવેલ હતી. રૂ. ૧૫,૦૦૦/- ડીપોઝીટ લઈને મને અહિયાં દાખલ કરવામાં આવેલ હતો. પ્રથમ દિવસે ડોક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યુ હતું કે મને ૬ જેટલા ડોસ રમદેસીવીર ઇન્જેક્શન આપવું જરૂરી છે. અને હું પોતે અને મારા મિત્ર દ્વારા ૬ જેટલા રામદેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરીને ૬ દિવસ અઈસોલેશન સેન્ટરમાં દાખલ રહીને સારવાર લેવામાં આવેલ હતી અને રામદેસીવીર ઇન્જેક્શન નો કોર્સ પૂરો કરીને અન્ય દવાઓ સાથે મને રજા આપી દેવામાં આવેલ હતી. પણ અહિયાં પણ મારું ઓક્સિજન લેવેલ સારું હોવાથી કોઈ ઓક્સિજનની જરૂર પડી નોતી.

પણ અહિયાં ડોકટર ઘણા ચેક અપ કરવાનું ભૂલી ગયા અને રામદેસીવીર જેવા ઇન્જેક્શન આપ્યા પછી કોઈ સાઈડ ઈફેક્ટ વિષે તપાસ કર્યા વગર રજા આપતા પેહલા પોતાના અઈસોલેશન સેન્ટરના ચાર્જ જેવા દિવસ ના રૂ.૧૫,૦૦૦/- લેખે ૬ દિવસ ના રૂ. ૯૦,૦૦૦/- માંગવામાં કોઈ ભૂલ્યા ન્હોતા. જે દિવસે અહિયાથી રજા આપવામાં આવી છે તેજ દિવસે સાંજે ફરી તબિયત ખરાબ થતા ફરી કોઈ દવાખાને જવાનું નક્કી કર્યું.

પીપલોદ ના એક સારું નામ ધરાવતું ખાનગી દવાખાના માં સારવાર માટે સાંજે પોહનચી ગયો. પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન બેડનો અભાવ હોવાથી બીજા દિવસે બેડ મળે નહી ત્યાં સુધી કોઈ બીજી જગ્યાએ ઓક્સિજન સાથે સારવાર લેવા માટે ત્યાંથી સલાહ આપવામાં આવી. જે મુજબ સુમુલ ડેરી રોડ પરના એક અઈસોલેશન સેન્ટર પર સારવાર હેઠળ દાખલ થવું પડ્યું. એક દિવસ ના સારવાર માટે રૂ.૨૦,૦૦૦/- કહીને રૂ. ૧૦,૦૦૦/- ડેપોઝીટ કઢાવી લેવામાં આવી. દવાઓ ચાલુ હોવાથી ફક્ત ઓક્સિજનની જ જરૂરિયાત હતી. પણ અઈસોલેશન સેન્ટર વાળા રાતના ૧૧ વાગ્યા સુધી ઓક્સિજન સાથે પોતાની દવાઓ પણ લેકે માટે મજબૂર કરતા અંતે અઈસોલેશન સેન્ટરવાળનું દવા સાથેનું પેકેજ લઈને દાખલ થવા હું મજબૂર થયો. આમ ના કરતે તો રાતના ૧૧ વાગ્યે મારે બીજી જગ્યા શોધવી પડે એમ હતી. રાત ભર અઈસોલેશન સેન્ટરપર થી અન્ય સારવાર હેઠળ હોવા છતાં મને ઇન્જેક્શન તથા અન્ય દવાઓ આપવામાં આવી. સવારે જયારે ૧૦ વાગ્યે મુખ્ય દવાખાને જવામાટે રજા માગી ત્યારે રાતના ૧૨ કલાક માટે રૂ. ૨૯,૦૦૦/- નું બીલ પકડાવી દીધું. મિત્રો અંતે ફરી ૪ દિવસ પીપલોદ સ્થિત ખાનગી હોસ્પિટલ થી વ્યવસ્થિત સારવાર લઈને હાલ હું કોરોના ને માત આપું છું.

શું આ ડોક્ટરોની મજબૂરી અથવા અત્યાચાર છે?
ખાનગી હોસ્પિટલ અથવા અઈસોલેશન સેન્ટર પર દાખલ થતા કોવીડ-૧૯ દર્દીઓ ને અલગ અલગ પેકેજ આપવામાં આવે છે. ઘણા બધા ડોકટરો આ સેવા વ્યાજબી ભાવે કરી રહ્યા છે. પણ મોટા ભાગના અઈસોલેશન સેન્ટર પર સંચાલન હોટલ વાળા કરી રહ્યા છે. આગોતરા નક્કી કરેલ મુજબ ડોકટરો નિયમિત સમય પર પોતાની વ્યસ્ત કામગીરી માંથી દોડ ધામ કરીને અઈસોલેશન સેન્ટર પર વીઝીટ કરી રહ્યા છે. ઘણા બધા કિસ્સામાં દર્દીઓની મોત પણ થાય છે. પણ ઈ વિષયમાં કોઈ તપાસ કરવાની પદ્ધતિ આપણી સીસ્ટમ માં ના હોવાથી દર્દીઓની મોત કઈ રીતે થઇ છે ઈ મહત્વનું નથી. ઘણા સમય થી બંધ પડેલ હોટેલ ઉદ્યોગ ને એક નવો રસ્તો મળ્યો હોય તેમ હાલ હોટેલ અઈસોલેશન સેન્ટર શરુ થઇ રહ્યા છે. હોટેલ વાળા અને ડોકટરો દર્દીઓની કાળજી રાખવા કરતા કમાવામાં વધારે ધ્યાન આપે છે એવું આમાં સાબિત થાય છે.

કોવીડ -૧૯ પોઝિટિવ દરમિયાન થતા વિચારો:
આખી જીંદગી લોકો અલગ અલગ કામકાજમાં વ્યસ્ત રહીને પોતના માટે જીવવાનું ભૂલી જાય છે. મારા જેવા લોકો જરૂરીયાતમંદ લોકોને મદરૂપ થવા માટે પોતાનો આખો દિવસ ઉપયોગ કરતા હોય છે. પણ આ બધા વચ્ચે જયારે કોવીડ-૧૯ જેવી મહામારીના ભોગ બને ત્યારે તમામ માણસોની પ્રાથમિકતા એકજ થઇ જાય છે, કે કઈ રીતે આ બીમારી માંથી બહાર આવવું !. પોતાનું મનોબળ વધારી આ મહામારીને માત આપીને આ દુનિયામાં કઈ રીતે ટકી રેહવું ? ત્યારે દિમાગમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે.

• આપણે પોતાના શરીર માટે આજદિન સુધી શું કર્યું ?
• નિયમિત રીતે શરીરને અલગ અલગ ચેકઅપ કરીને આજ દિન સુધી ખબર નહી પડેલ તમામ તકલીફો અંગે કેમ નહી જાણી શક્યાં ?

• જીવનની ભાગદોડમાંથી પોતાના લોકોને પ્રેમ અને કેર કરવા વધારે સમય કેમ ના કાઢી શક્યા ?
• શું આ દુનિયામાં પૈસો જ બધું છે?
• લાખો કરોડો રૂપિયા બેંકમાં બેલન્સ હોવા છતાં તમે તમારી જાતને બચાવવા માટે કેમ કઈ કરી નથી શકતા ?
• કોવીડ -૧૯ જેવી મહામારીમાં નજીકના કોઈ આપડી ખબર કાઢવા પણ નથી આવતા ત્યારે આપણને દિવસમાં ૩થિ ૪ વાર મળવા આવતા ડોકટરો અને ૨૪ કલાક ગમ્મે ત્યારે દોડી આવનાર સીસ્ટરો શું ખરેખર માનવતાના પ્રતિક નથી ?

મિત્રો આ રીતે મનમાં આવી રહેલ અલગ અલગ સવાલોનો જવાબ શોધવું બહું જ અઘરુ હોય છે. કોવીડ -૧૯ કાળમાં દરેકના મનમાં થતા આ સવાલો હવે જીંદગીમાં બીજીવાર ના થાય તે માટે જીવન શૈલી પણ બદલવાનું મન થઇ જાય, પણ જેમ કોવીડ-૧૯ શરીર અને મગજમાંથી ઉતરી જાય એટલે પાછા આ જૂની પુરાની જીંદગી જોડે ભળી જાય છે. આ છે મનુષ્યની જીંદગી, આજદિન સુધી શીખેલ ઘણી વસ્તુઓ પોતાના માટે અપનાવી ના શક્યા અને આ કોવીડ પણ આપણને ના બદલી શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *