શિયાળામાં શરદી-ખાંસીને ભગાડવા માટે હોટલ જેવું જ મન્ચુરીયન સૂપ બનાવો ઘરે

Published on Trishul News at 1:19 PM, Wed, 5 February 2020

Last modified on February 5th, 2020 at 1:19 PM

દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હારવું ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ મન્ચુરીયન સૂપ ઘરે જ બનાવવાની રીત જણાવીશું….

શિયાળો આવતાની સાથે જ આપણને ગરમાગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે. આ સમય છે ટેસ્ટી અને સાથે સાથે આખુ વર્ષ જાળવી શકાય તેવું હેલ્ધી રહેવાનો તો આ સમયે તમે પણ તમારા પરિવારના લોકોને ગરમારગમ સૂપ પિવડાવી ભૂખ ભાંગી સ્વાસ્થ્ય બનાવો. અમે આજે લઈને આવ્યા છીએ ખુબજ પ્રખ્યાત મન્ચુરીયન સુપ. આ સૂપ નાના મોટા સૌને ભાવે છે અને ખાસ શિયાળામાં વધારે પીવામાં આવે છે. બાળકો ઘણી વખત ચાઈનીઝ અને ફાસ્ટફૂડ ખાવાની જીદ કરતા હોય છે. પણ ચોખ્ખાઈ ન હોવાને કારણે પેરેન્ટ્સ બાળકોની જીદ નથી માનતા. ત્યારે આજે ખૂશ કરો તમારા બાળકોને આ ગરમા ગરમ મન્ચુરીયન સૂપ બનાવીને…

સામગ્રી:

1 કપ કોબીજ, ગાજર, કેપ્સીકમ

1 ચમચી લીલું લસણ

1 ચમચી આદું-લસણની પેસ્ટ

2 લીલા મરચા ઝીણા કાપેલા10 નંગ નાના મનચ્યુંરીયન

2 કપ વેજીટેબલ સ્ટોક

1 લીલી ડુંગળી

2 ચમચી સોયા સોસ

2 ચમચી ચીલી સોસ

1 ચમચી વિનેગર

1 ચમચી કોર્નફલોર

2 ચમચી તેલ

મરી પાવડર

મીઠું

બનાવવાની રીત:

એક બાઉલમાં થોડું પાણી લઈ, તેમાં ચીલી સોસ, સોયા સોસ, વીનેગર અને કોર્નફલોર મિક્સ કરવું. એક તપેલીમાં તેલ ગરમ કરી આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં લીલા મરચા, કોબીજ, ગાજર, લીલી ડુંગળી અને કેપ્સીકમ નાંખો મીડીયમ ફ્લેમ પર 2 મિનિટ સાંતળો પછી તેમાં વેજીટેબલ સ્ટોક અને 1 કપ પાણી નાંખી ઉકાળો. ઉકળે એટલે તેમાં કોર્નફલોરવાળું પાણી અને મનચ્યુંરીયન ઉમેરો. મિક્સ કરી મીડીયમ ગેસ પર હલાવતા રહો. મીઠું અને મરી પાવડર મિક્સ કરો. સૂપને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો

આ સૂપને તમે સાંજના સમયે સવારે લઈ શકો છો. આ સૂપ પીવાથી ઠંડીમાં રાહત મળે છે. ગરમી તેમજ તાપમાન જળવાયેલુ રહેતા સારૂ લાગે છે તો રાહ કોની જૂઓ છો તમે પણ બનાવો આ ટેસ્ટી મન્ચુરીયન સૂપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "શિયાળામાં શરદી-ખાંસીને ભગાડવા માટે હોટલ જેવું જ મન્ચુરીયન સૂપ બનાવો ઘરે"

Leave a comment

Your email address will not be published.


*