ગાંધીનગરમાં તૈયાર થઇ રહેલા ૩૧ જેટલા જવાનોના એક નિર્ણયથી કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓને મળશે નવજીવન

કોરોના મહામારી સમયે ગાંધીનગર કરાઈમાં તાલીમ લઇ રહેલા જવાનોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એકસાથે ૩૧ જેટલા એલઆરડી જવાનોએ જરૂરિયાતમંદોને પ્લાઝમા…

કોરોના મહામારી સમયે ગાંધીનગર કરાઈમાં તાલીમ લઇ રહેલા જવાનોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એકસાથે ૩૧ જેટલા એલઆરડી જવાનોએ જરૂરિયાતમંદોને પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. SP હરેશ દુધાતે સોસીયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ૨૮ જેટલા તાલીમાર્થિ પોલીસ જવાનો પ્લાઝમા ડોનેટ કરશે. SP હરેશ દુધાતની આ મહેનત રંગ પણ લાવી હતી. હરેશ દુધાતનો આ મેસેજ વાયરલ થતા સતર્કતા ગ્રુપ અને પ્રાઉડ ફોર યુ વેબ ન્યુઝ ચેનલના ફાઉન્ડર જ્યોતિ પટેલે તેમનો સંપર્ક કરી વધારે વિગતો મેળવી હતી.

વાયરલ થયેલો આ મેસેજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ આર પી પટેલ તથા દેવસ્ય હોસ્પિટલના એમડી ડો.દિનેશ પટેલને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને તમને જણાવ્યુ હતું કે કરાઈના પોલીસ જવાનો પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા છે. આ મેસેજ મળતા જ આરપી પટેલ અને ડો.દિનેશ પટેલે એસપી હરેશ દુધાત સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી. ત્યારબાદ ડો.દિનેશ પટેલ અને આર પી પટેલે પ્લાઝમા ડોનેટ કરવા તથા પ્લાઝમા જરુરીતાયમંદ કોરોનાના દર્દીઓને આપવા માટે સંમતિ કરી હતી. સંમતી બાદ તરત જ SP SP હરેશ દુધાતે તાલીમાર્થી હથિયારી એકમના લોકરક્ષક દળના જવાનોના નામ અને તેમની વિગતો ડોક્ટર દિનેશભાઈ અને આર પી પટેલને મોકલી હતી.

સાથે-સાથે જ SP હરેશ દુધાતે જણાવતા કહ્યું હતું કે, તાલીમાર્થી હથિયારી લોકરક્ષક બેચ-3ના 28 જવાન અને અન્ય બીજા ત્રણ જવાનો પ્લાઝમાં આપવામાં માટે તૈયાર છે. તાલીમ દરમિયાન જ લોકોની સેવા કરવાનો અમુલ્ય ગુણ આ દરેક જવાનોએ પોતાના જીવનમાં ઉતાર્યો છે. પ્લાઝમાં આપવા માટે તૈયાર થયેલા દરેક જવાનો દેશસેવા અને નાગરીકોની સેવા માટે ખુબ જ ઉત્સાહી છે. જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે.

આ અંગે આર પી પટેલ જણાવતા કહે છે કે, કોરોના મહામારી સમયમાં SP હરેશ દુધાત દરેક માટે પ્રેરણારુપ બન્યા છે. તેમની મહામહેનતે ૩૧ જેટલા જવાનોને પ્લાઝમા ડોનેટ કરી દેશસેવા અને લોકસેવા માટે પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે-સાથે જ ડો.દિનેશ પટેલ જણાવતા કહે છે કે, અમને પ્લાઝમા ડોનેટ કરવા માંગતા દરેક જવાનોની માહિતી મળી છે, હવે જેમ જરૂરિયાત મંદોને જરૂર પડશે એ મુજબ તેમનો સંપર્ક કરવામાં આવશે. કરાઈમાં તાલીમ લઇ રહેલા જવાનો કેટલાય કોરોના સામે લડી રહ્યેલ લોકોને પ્લાઝમા ડોનેટ કરીને નવજીવન આપશે.

પ્લાઝના ડોનેટ કરનારની યાદી
વિષ્ણુ બાર, હરિભદ્રસિંહ સોલંકી, શામંતભાઈ ગઢવી, દેશુર ગોજીયા, સંદિપ ગરેજા, કૌશલ ભરવાડ, કરણ નાધા, જીતેન્દ્ર ચૌધરી, રવિકુમાર બારડ, શૈલેષ પાવરા, અશોક વાઢેર, પ્રકાશ મેલલીયા, મેહુલ સિહાર, કૌશિક મહેરીયા, યોગેશ યાદવ, સાગર બારડ, વિક્રમ કડશા, દેવશી મુંધવા, શૈલેષ મકડીયા, હેમાયું કાથડ, આનંદ ગોસ્વામી, દિલિપ ખાચર, વિજયસિંહ ડોડીયા, રજનીક વડોદરીયા, લાખા ટાળીયા, સંજય ધમા, રોહિત રાઠોડ અને મયુર પપાણીયા પ્લાઝમા ડોનેટ કરશે. આ સાથે સાથે જ જવાનોના પ્રોત્સાહન માટે આરપી પટેલ જણાવતા કહે છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવીને પ્લાઝમા ડોનેટ કરનાર પોલીસ જવાનોને પ્રોત્સાહીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *