ભણતા-ભણતા આ દીકરીને મળી 23 લાખના પગાર વાળી નોકરી, દેશભરમાં રોશન કર્યું માતાપિતાનું નામ

Published on Trishul News at 5:31 PM, Mon, 23 May 2022

Last modified on May 23rd, 2022 at 5:31 PM

આજના યુવક-યુવતીઓ સારું શિક્ષણ મેળવીને લાખો રૂપિયાના પગારની મોટી નોકરીઓ મેળવવા ઇચ્છતા હોય છે. ત્યારે હાલમાં એક એવી જ દીકરી વિષે તમને જણાવીએ જેને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી છે. આ દીકરી ભોપાલની રહેવાસી છે અને અભ્યાસ પૂરો કરતા પહેલા જ તેને 23 લાખના પેકેજ સાથે નોકરી મળી ગઈ હતી.

જણાવી દઈએ કે, આ દીકરી હાલમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આ દીકરીએ તેના જીવનમાં ક્યારેય કોચિંગ કર્યું નથી. તેણે પોતાની જાતે જ બધો અભ્યાસ કર્યો છે. આ દીકરીનું નામ મોક્ષા જૈન છે જે છીંદવાડાની છે અને તેના પિતા પ્રોપર્ટી ડીલર છે. જાણવા મળ્યું છે કે, હાલમાં મોક્ષાની વોલ-માર્ટ કંપનીમાં પસંદગી થઈ છે.

જેમાં આ દીકરીને ચેન્નાઈ અથવા તો બેંગ્લોરમાં કોઈપણ એક જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે. જણાવી દઈએ કે, આ દીકરીને વર્ષે 23 લાખ પગારનું પેકેજ મળ્યું છે અને આ પેકેજ મળ્યાનો શ્રેય દીકરીએ તેના માતા-પિતાને આપ્યો છે. આ દીકરીએ સતત ઘણી જગ્યાઓમાં ઇન્ટરશીપ પણ કરી છે અને આજે તેણે જાતે જ અભ્યાસ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

જણાવી દઈએ કે, આ દીકરી ત્રણ બહેનોમાં બીજા નંબરની છે. મોક્ષા સેજ ગ્રુપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. જેમાં આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સફળતા પ્રાપ્ત થતા દીકરીના માતા-પિતા પણ ઘણા ખુશ-ખુશાલ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભણતા-ભણતા આ દીકરીને મળી 23 લાખના પગાર વાળી નોકરી, દેશભરમાં રોશન કર્યું માતાપિતાનું નામ"

Leave a comment

Your email address will not be published.


*