ઈંડા વગરની વેજ આમલેટ- ગમે ત્યાં માત્ર દસ મીનીટમાં તૈયાર થશે

બહાર ફરવા ગયા છો કે વાડીએ પ્રોગ્રામ કરવો છે? તો આજે તમને એકલા હાથે માત્ર ૧ મીનીટમાં બની જતી ઈંડા વગરની વેજ આમલેટની રેસીપી અમે…

બહાર ફરવા ગયા છો કે વાડીએ પ્રોગ્રામ કરવો છે? તો આજે તમને એકલા હાથે માત્ર ૧ મીનીટમાં બની જતી ઈંડા વગરની વેજ આમલેટની રેસીપી અમે તમને શીખવીશું જે કદાચ તમારું ભૂખ્યું પેટ અને જીભ ખુબ પસંદ કરશે. તો આવો જાણીએ શું સામગ્રી જોઇશે અને કેટલી જોઈસે.

સામગ્રી- – 100 ગ્રામ બેસન લોટ, – 1 ચમચી બ્રેડ ટુકડા(ભૂકો), તેલ, પાણી – જરૂરીયાત અનુસાર

મસાલા: – અડધી ચમચી લાલ મરચું પાવડર, – થોડી હળદર, – અડધો ચમચી ગરમ મસાલા, – સ્વાદ પ્રમાણે મીઠું

શાકભાજી: 1 ચમચી લસણની પેસ્ટ, – 50 ગ્રામ ડુંગળી (કટિંગ કરેલા), – લીલા મરચાં (કટિંગ કરેલા), – 20 ગ્રામ કેપ્સિકમ (કટિંગ કરેલા), કોથમીર (કટિંગ કરેલા)

રેસીપી:
શાકાહારી ઓમેલેટ બનાવવા માટે, પહેલા વાસણમાં ચણાનો લોટ, બ્રેડક્રમ્સ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરીને પીઠ તૈયાર કરો. આ મિશ્રણને 30 મિનિટ સુધી આ રીતે રાખો. આ પછી લસણ, લાલ મરચું પાવડર, લીલું મરચું અને હળદર નાંખો અને બરાબર મિક્સ કરીલો.

હવે એક કડાઈ ગરમ કરો અને પેનમાં થોડુ તૈયાર થયેલું મિશ્રણ નાંખો. તેની ઉપર ડુંગળી, કેપ્સિકમ અને કોથમીર નાંખો, ત્યારબાદ ધાર પર થોડું તેલ રેડવું. હવે તેને ઢાંકીને થોડી વાર ધીમા તાપે રાંધો ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી દો. ફ્રાય ઓમેલેટ તૈયાર છે. તેને ગ્રીન ચટણી કે સોસ સાથે પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *