દીકરીએ કર્યું માતા-પિતાનું નામ રોશન, ટ્યુશન વગર શરુ અભ્યાસે આ દીકરીને મળી ૨૩ લાખના પગારની નોકરી

આજની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ જ હોય છે. તે પછી અભ્યાસ હોય કે, ગમે તે… ત્યારે હાલ આપણે આજે એવી જ દીકરી વિશે જાણવાના છીએ.…

આજની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ જ હોય છે. તે પછી અભ્યાસ હોય કે, ગમે તે… ત્યારે હાલ આપણે આજે એવી જ દીકરી વિશે જાણવાના છીએ. આ દીકરીને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી છે. ઉલ્લેખનીય છે કે, તેને અભ્યાસ પૂરો નથી થયો તેની પહેલા જ 23 લાખ રૂપિયાના પેકેજ વાળી જોબ મળી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આ દીકરીનું નામ મોક્ષા જૈન છે. જે ભોપાલના છીંદવાડાની રહેવાસી છે. તેના પિતા પ્રોપર્ટી ડીલર છે. તેમજ હાલ તે મોક્ષાએ સેજ ગ્રુપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ દીકરીએ તેના જીવનમાં કોઈ દિવસે કોચિંગ નથી કર્યું અને જાતે જ બધો અભ્યાસ કર્યો છે.

જાણવા મળ્યું છે કે, હાલમાં મોક્ષાની વોલ-માર્ટ કંપનીમાં પસંદગી થઈ છે. જેમાં આ દીકરીને ચેન્નાઈ અથવા તો બેંગ્લોરમાં કોઈપણ એક જગ્યાએ પોસ્ટિંગ મળશે, જેમાં તેને 23 લાખ પગારનું પેકેજ મળ્યું છે. તેમજ આ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આ પેકેજ મળ્યા પછી દીકરીએ બધો સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે. આ દીકરીએ સતત ઘણી જગ્યાઓમાં ઇન્ટરશીપ પણ કરી છે અને આજે જાતે અભ્યાસ કરીને મોટી સફળતા મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *