અલથાણના સ્પામાં 14 વર્ષીય બાંગ્લાદેશી કિશોરીને દેહ વેપારમાં ધકેલનાર મહિલા મુંબઈથી ઝડપાઇ

સુરત ક્રાઇમ બ્રાન્ચે ભીમરાડના સ્પામાંથી બે અઠવાડિયા પહેલા જે બાંગ્લાદેશની 14 વર્ષની તરુણી, પંજાબની 20 વર્ષની યુવતીને મુક્ત કરાવી હતી તે પૈકી બાંગ્લાદેશની તરુણીને ચેન્નઈથી…

સુરત ક્રાઇમ બ્રાન્ચે ભીમરાડના સ્પામાંથી બે અઠવાડિયા પહેલા જે બાંગ્લાદેશની 14 વર્ષની તરુણી, પંજાબની 20 વર્ષની યુવતીને મુક્ત કરાવી હતી તે પૈકી બાંગ્લાદેશની તરુણીને ચેન્નઈથી મુંબઈ લાવી દેહવિક્રય કરાવ્યા બાદ સુરતમાં મોકલનાર મુંબઈની મહિલાની ધરપકડ કરાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફીનીટી હબમાં નામ વિના ચાલતા એક સ્પામાં ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગત 12 સપ્ટેમ્બરના રોજ છાપો મારી સ્પાની આડમાં બાંગ્લાદેશની તરુણી અને પંજાબની યુવતીને ગોંધી રાખી દેહવિક્રય કરાવતા બે સંચાલક અંકીત મનસુખભાઇ કથેરીયા ( રહે.307, ઇંફીનીટી હબ, અલથાણ, ભીમરાડ કેનાલ રોડ,વેસુ, સુરત. મુળ ગામ-જીરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) અને વિજય નાગજીભાઇ પાધરા ( ઉ.વ.25, રહે 307, ઇંફીનીટી હબ, અલથાણ, ભીમરાડ કેનાલ રોડ, સુરત. મુળ ગામ મોળવેલ, તા. ધારી, જી. અમરેલી ) અને તેમને દેહવિક્રય માટે લાવતા એજન્ટ વિશાલ સંજય વાનખેડે ( ઉ.વ.20, રહે, 309,તડકેશ્વર -2, મહાદેવ મહોલ્લો, આઝાદનગર રોડ, ખટોદરા, સુરત ) ને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચને સ્પામાંથી બાંગ્લાદેશની જે તરુણી મળી હતી તે બે વર્ષ અગાઉ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી હતી.

ક્રાઇમ બ્રાન્ચે પોતાની પુછપરછનાં આધારે આ રેકેટમાં સામેલ અન્ય ચાર નીતુ, મિલન, મોહસીન અને શબ્બીર આલમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે તે પૈકી ફિરોજા ઉર્ફે નીતુ અલમીન શેખ ( ઉ.વ.24, રહે.308, ધનરાજ બિલ્ડીંગ, તા.ખારબાવ, જી.ભિવંડી, મુંબઈ. મૂળ રહે. 303, ઘરની એપાર્ટમેન્ટ, વિઠ્ઠલ ભગવાન મંદિર પાસે, હાયોલા રોડ, પાલઘર, નાલાસોપારા ( ઇસ્ટ ), મુંબઈ ) ને આજ રોજ મુંબઈથી ઝડપી લીધી હતી.

નીતુ જાતે ચેન્નઈમાં સ્પાની આડમાં દેહવિક્રય કરતી હતી ત્યારે બાંગ્લાદેશની તરુણી પાસે એજન્ટ કોઈ વળતર આપ્યા વિના દેહવિક્રય કરાવતો હતો. તરુણીએ પોતાની કથની નીતુને કહેતા તે તરુણીને મુંબઈ ભગાવી લાવી હતી અને એક મહિના સુધી પોતાના ઘરે રાખી દેહવિક્રય કરાવી તેને તેમાં પૈસા પણ આપ્યા હતા. જોકે, નીતુની જ એક મિત્ર જન્નત તરુણીને સુરતમાં વધુ પૈસા મળશે તેમ કહી સુરત લાવી હતી. વધુ તપાસ પીઆઈ એ.જે.ચૌધરી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *