સુરતમાં યુવતીને રૂપલલના સમજીને યુવકે કહ્યું ‘ચલ આતી ક્યા?’ અને થઇ ગઈ બબાલ અને પછી જુઓ શું થયું

Published on: 3:03 pm, Tue, 12 January 21

ગુજરાતમાં અવાર-નવાર છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે.ત્યાર આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.  સુરતમાં એક યુવક લલના સમજીને મહિલા પાસેથી અભદ્ર માંગણી કરી રહ્યો હતો. સુરત (Surat)ના દિલ્લી ગેટ (Delhi Gate) પરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઇ રહ્યો છે.

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. જેમા રોડ પર ઉભી રહેતી મહિલાએ એક યુવકને માર માર્યો હતો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ઉભી રહેતી હોય છે અને એક અઠવાડિયા પહેલા પણ એક યુવકની હત્યા અહિં થઈ હતી. દિલ્હીગેટ ખાતે એક મહિલાએ યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. સોશિયલ મીડિયામાં મારામારીના આ વીડિયોએ ચકચાર મચાવી હતી.

મળતી વિગતો પ્રમાણે, દિલ્હીગેટ ખાતે ઓવરબ્રિજ નીચે લલનાઓનો પડાવ રહે છે. પોલીસ વારંવાર આ દુષણ સામે લાલ આંખ પણ કરે છે. જોકે, ફરી અનૈતિક પ્રવૃત્તિ અહીં શરૂ થઇ જાય છે. દરમિયાન બે દિવસથી સોશિયલ મીડિયામાં આ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સરાજાહેર એક યુવકને ફટકારતી નજરે પડે છે. મહિલા સાથે તેનો સાથી મિત્ર પણ યુવકને માર મારે છે. એક ગ્રાહકે મહિલાને ખરાબ સમજી તેની છેડતી કરી હતી. જોકે ટીઆરબીએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. ઝપાઝપીનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ અંગે મહિધરપુરા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લલનાનો કોઇક યુવક સાથે ઝઘડો થયો હતો. તેઓ વચ્ચે બોલાચાલી બાદ વાત વસણી ગઇ હતી અને બાદમાં તેને મારવા લીધો હતો. આ વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ પર રોક લાગે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle