ટૂંકા કપડા પહેરવા બદલ આ મહિલાને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી.. વાંચો અહીં..

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

એક મહિલાએ ટૂંકો ડ્રેસ પહેર્યો હોવાથી તેને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પોતાના 8 વર્ષના દીકરા સાથે મુસાફરી કરી રહેલી મહિલા અમેરિકન એરલાઈન્સના એક વિમાનમાં બેઠી હતી. જેવી મહિલા વિમાન સુધી પહોંચી કે તરત જ ક્રૂ મેમ્બરે મહિલાને અગત્યની વાત કરવાની હોવાનું કહી નીચે ઉતારી દીધી.

અમેરિકાના ટેક્સાસમાં રહેતી અને વ્યવસાયે ડોક્ટર ટિશા રોવેએ આરોપ લગાવ્યો કે તેને રેસિઝમનો ભોગ બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે જો તેની જગ્યાએ કોઈ ગોરી મહિલા હોત તો તેની સાથે આવું ન થાત. ઘટનાના કારણે તેનો દીકરો રડવા લાગ્યો હતો. તે જમૈકાના કિંગ્સ્ટનથી ફ્લોરિડાના મિઆમી જઈ રહ્યા હતી.

Loading...

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટના સામે આવ્યા બાદ અમેરિકન એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. તેણે મહિલા સાથે થયેલા ખરાબ વર્તનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ટિકિટના પૂરા પૈસા પણ રિફંડ કરી દીધા છે.

મહિલા સાથે આ ઘટના 30 જૂને બની ગઈ. 37 વર્ષની ટિશાએ તસવીર શેર કરીને લખ્યું કે, ‘મેં આ કપડા પહેર્યા હતા. અમેરિકન એરલાઈન્સે મને વાતચીત કરવા માટે નીચે ઉતારી. જ્યારે મેં મારા ડ્રેસને લઈને બચાવ કર્યો તો મને ધમકી આપવામાં આવી કે જો હું મારા શરીરને ઢાંકીશ નહીં તો મને ફ્લાઈટમાં ચડવા દેવામાં નહીં આવે’.

મહિલાએ પોતાની વાત સોશિયલ મીડિયા પર કરતાં ઘણા લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. મહિલાએ એક ટ્વીટમાં લખ્યું કે તે સલાહ આપવા માગે છે કે જેના હિપ્સ વધારે હોય અને શોર્ટ પહેરતી હોય તેણે આ એરલાઈનથી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.