મહિલાએ તેની ગર્ભવતી બહેનપણીને ઘરે બોલાવીને પેટ ચીરી નાખ્યું અને બાળક કાઢીને કર્યું શરમજનક કૃત્ય

Published on: 3:44 pm, Sat, 3 April 21

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે જેમાં પોલીસે એક નિર્દય સ્ત્રીની ધરપકડ કરી છે જેણે તેની જ સગર્ભા મિત્રનું પેટ કાપીને તેના બાળકને બહાર કાઢ્યું હતું. આ મહિલા તેની ગર્ભવતી મિત્રનું પેટ કાપી નાખે છે. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે, તેઓએ આ મહિલાની ધરપકડ કરી છે.

જેણે આ મહિલાની હત્યા કરી હતી, તેની સામે અપહરણ અને ખૂનનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ, આરોપી મહિલાએ કોઈ બહાનું કરીને પીડિત મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. અને કહ્યું કે તે તેના ભાવિ બાળક માટે નવા કપડાની ભેટ આપવા માંગે છે. પરંતુ જ્યારે તે તેના ઘરે આવી ત્યારે આ મહિલા મિત્રએ તેને માર માર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, આ મહિલાએ પીડિતાનું પેટ છરી વડે કાપીને તેના બાળકને બહાર કાઢી લીધું હતું. ત્યારબાદ પીડિતાના મૃતદેહને તળાવના કાંઠે ફેંકી દીધી હતી. આ દરમિયાન તપાસ કરતા પોલીસને આરોપી મહિલા પાસેથી મૃતક મહિલાના ઘરેણાં મળી આવ્યા હતા.

ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહિલાએ તેની સગર્ભાવસ્થા વિશે ખોટા સમાચાર આપીને તેના સાસરિયાઓ પાસેથી પૈસા પડાવવાની કોશિશ પણ કરી હતી. તેના પતિનું અવસાન થઈ ગયું છે. આ મહિલાએ ગર્ભાવસ્થાના નામે પતિના પરિવાર પાસેથી પૈસા માંગ્યા હતા. આ ઘટના કોલમ્બિયાના કાલી શહેરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.