ગર્ભવતી મહિલાને લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સને સિંહના ટોળાએ ઘેરી, ગાડીમાં થઈ ડિલીવરી

કોરોના lockdownના કારણે જંગલી જાનવરોનો ખુલ્લે આમ ફરવું ઘણી વખત જોવા મળ્યું છે. ગુજરાતમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે જેમાં એક ગર્ભવતી મહિલાને ઘણાં સિંહ વચ્ચે એમ્બ્યુલન્સમાં જ પોતાના બાળકને જન્મ આપવો પડ્યો. આ ઘટના ગીર ગઢડાના ભાકા ગામની છે. સિંહના હટી ગયા બાદ મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં માતા અને બાળક બંને સ્વસ્થ છે.

હકીકતમાં ૨૦મીની રાત્રે લગભગ દસ વાગ્યે ગીર ગઢડાના ભાકાં ગામની અફસાના શબરીશ રફીક ને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ. આ મહિલા દુખાવાથી ટળવળતી હતી. પરિવારજનોએ તેની સ્થિતિ જોતા 108 પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી. જેવી એમ્બ્યુલન્સ મહિલાને લઈ હોસ્પિટલ માટે જવા નીકળી તો ગામથી દૂર ગીર ગઢડા થી ઉના ના રસ્તામાં ચાર સિંહના ટોળાએ ગાડી નો રસ્તો રોકી લીધો.

ગાડીમાંથી નીકળીને આ સિંહને રસ્તા પરથી હટાવવાની હિંમત કોઈ ના માં નહોતી કારણ કે તેઓ ઝૂંડમાં હતા અને મોડી રાત્રીનો સમય હતો. એટલા માટે ખતરો પણ વધારે હતો, આ બાજુ મહિલા દુખાવાથી પીડાય રહી હતી જેને જલ્દી હોસ્પિટલ પહોંચાડવી જરૂરી હતી. થોડા સમય બાદ જગદીશ મકવાણા અને ડ્રાઇવર ભરત આહિર એ હિંમતથી પરિસ્થિતિને સંભાળી. બંનેએ મળીને એમ્બ્યુલન્સના અંદર જ ડિલિવરી કરાવી. ત્યાર બાદ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો.

ચોંકાવનારી વાત તો એ રહી કે આખી ઘટના દરમિયાન સિંહ ગાડી નો રસ્તો રોકી ત્યાં જ ઉભા હતા. આ ચારેય સિંહ ગાડી ની આસપાસ ચક્કર લગાવી રહ્યા હતા. છેલ્લે જ્યારે બાળકીનો જન્મ થયો તેના બાદ સિંહે રસ્તો છોડ્યો.તેના તરત બાદ જ એમ્બ્યુલન્સના બંને સ્ટાફે માતા અને બાળકીને ગીર ગઢડાના હોસ્પિટલ પહોંચાડી.

મહિલા અને તેની બાળકી સ્વસ્થ છે.અમરેલીના ૧૦૮ એમ્બ્યુલન્સના અધિકારી ચેતન એ જણાવ્યું કે રસુલપુરા ગામની રહેવાસી જે જાફરાબાદ કસ્બામાં સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી. તે દરમિયાન જ સિંહના ટોળા એમ્બ્યુલન્સ નો રસ્તો રોકી ઊભા રહી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: