સાપના મહિલાને ડંખ મારવાથી થયું મોત, પછી આખા પરિવારે આ રીતે લીઘો સાપ સાથે બદલો.

કલયુગમાં મનુષ્ય એટલો ક્રૂર થઇ ગયો છે, તેની સાથે થયેલા અન્યાયનો બદલે બીજા મનુષ્ય સાથે તો લે છે. પરંતુ હવે મનુષ્યો વન્ય જીવો સાથે પણ…

કલયુગમાં મનુષ્ય એટલો ક્રૂર થઇ ગયો છે, તેની સાથે થયેલા અન્યાયનો બદલે બીજા મનુષ્ય સાથે તો લે છે. પરંતુ હવે મનુષ્યો વન્ય જીવો સાથે પણ બદલો છે. આવો જ કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે કે, જ્યાં એક મહિલાને સાપ કરડવાથી મહિલાનું મોત નીપજ્યું. ત્યારબાદ મહિલાના પરિવારજનોએ સાપના 10 કલાક સુધી દોરી સાથે બાંધીને તડપાવ્યો અને જ્યાં સુધી સાપ મર્યો નહીં ત્યાં સુધી સાપને છોડ્યો નહીં. આમ મહિલાના મોતનો બદલો પરિવારે સાપના મોતથી લીધો હતો.

એક રીપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં બૈતુલમાં વિનિતા નામની મહિલા ખેતરમાં કામ કરતી હતી. ત્યારે તેને કોબ્રા સાપે તેને ડંખ માર્યો હતો. ઘટનાની જાણ મહિલાના પરિવારજનો અને ગામ લોકોને થતા તેઓએ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં મહિલાને સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતુ.

મહિલાના મોતનો બદલો લેવા માટે પરિવારના સભ્યોએ ખેતરમાં આવીને પહેલા સાપને પકડ્યો, ત્યારબાદ સાપને એક દોરી અને તાર વડે બાંધ્યો અને હેરાન કરતા રહ્યા. સાપને દોરીમાંથી છૂટવાના ઘણા પ્રયાસો કર્યા પણ છૂટી શક્યો નહીં. અંતે અંદાજીત દસ કલાક પછી સાપનું મોત નીપજ્યું હતુ. પરિવારે મહિલાના મોતનો બદલો સાપના મોતની લીધો હતો. ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને થતા તેમને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.

વન વિભાગના અધિકારીએ મીડિયા સાથ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોબ્રા સાપમાં મારી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોબ્રા સાપ વન્ય પ્રાણીઓની યાદીમાં આવે છે. એટલે તાત્કાલિક અમે ઘટના સ્થળ પર એક ટીમ મોકલી છે. શું તથ્યો સામે છે તેના પરથી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *