દીકરીના લગ્ન હોવાથી ખરીદી કરવા માટે નીકળેલી મહિલાને બસમાંથી નીચે પટકાતા મળ્યું મોત- CCTV વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

Published on: 2:56 pm, Wed, 27 October 21

દેશમાં દિવસેને દિવસે અકસ્માત(Accident)ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. તો ક્યારેક અમુક લોકોને તેની બેદરકારી જ ભારે પડે છે અને અંતે મોત મળે છે. ત્યારે આવી જ એક ઘટના સામે તમિલનાડુથી સામે આવી છે.

તામિલનાડુ(Tamil Nadu)ના તેનકાસી(Tenkasi) જિલ્લામાં થયેલા અકસ્માતના ભયાનક CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં દીકરીના લગ્ન માટે ખરીદી કરીને આવી રહેલી મહિલા ચાલતી બસમાંથી નીચે પડી ગયા. CCTV ફૂટેજ મુજબ મહિલા મિનિ બસમાં મુસાફરી કરી રહ્યા છે. સ્ટેશન નજીક આવતાં સીટ પરથી ઉભા થાય છે અને બેલેન્સ ગુમાવતાં અચાનક જ ખુલ્લા દરવાજામાંથી પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બસની બહારના CCTVમાં તેમને રોડ પર પટકાતાં પણ જોઈ શકાય છે. આ સાથે જ બસ ઉભી રહે છે અને સૌ કોઈ નીચે ઉતરી મહિલાને સંભાળે છે. જો કે, નીચે પડતાની સાથે જ તેઓ બેભાન થઈ જાય છે. ત્યારબાદ મહેશ્વરી નામના આ મહિલાને તરત જ હૉસ્પિટલ ખસેડવામાં આવે છે, જો કે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દીકરીના લગ્ન હોવાથી આ મહિલા ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati accident, CCTV ફૂટેજ, Tamil Nadu, Tenkasi, અકસ્માત, તામિલનાડુ, તેનકાસી