ફાસ્ટફૂડના રસિયાઓ આ વિડીયો ખાસ જોવે! અહિયાં અડધું સૂપ પીય લીધા પછી અંદરથી નીકળ્યો મરેલો ઉંદર

વાયરલ(Viral): જો વાત કરવામાં આવે તો લોકો તેમના પરિવાર કે જીવનસાથી સાથે મોંઘી હોટલ(Hotel) અને રેસ્ટોરન્ટ(Restaurant)માં જમવા જાય છે. ત્યારે લોકો જમીને પોતાનો અનુભવ શેર…

વાયરલ(Viral): જો વાત કરવામાં આવે તો લોકો તેમના પરિવાર કે જીવનસાથી સાથે મોંઘી હોટલ(Hotel) અને રેસ્ટોરન્ટ(Restaurant)માં જમવા જાય છે. ત્યારે લોકો જમીને પોતાનો અનુભવ શેર કરતા હોય છે કે ભોજન સારું લાગ્યું કે નહિ. પણ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે, જે હર કોઈને ચોંકાવી દે તેવો છે. વાત કરવામાં આવે તો અમેરિકા(America)થી એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં સૂપ પીવા ગઈ અને આ સૂપની અંદરથી એક મરેલો ઉંદર(Dead Mouse Video) નીકળ્યો હતો. જેનો વિડીયો વાયરલ(Viral video) થવા પામ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Eunice L Lee (@eunichiban)

હકીકતમાં આ ઘટના અમેરિકાના એક શહેરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક મહિલા અહીંની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગઈ હતી. ત્યાં તેણે બીફ અને ભાતનુ સૂપ મંગાવ્યું હતું અને પછી તો જે થયું તે જોઇને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. મહિલા દ્વારા આ વિડીયોને શેર કરવામાં આવ્યો છે.

બન્યું એવું કે મહિલાને સૂપમાં એક મરેલો ઉંદર જોવા મળ્યો હતો. મહિલાનું કહેવું છે કે, ઉંદર મરેલો છે અને સૂપની સાથે મને પીરસવામાં આવ્યો છે. વિડીયોમાં તે પણ દેખાઈ રહ્યું છે કે મરેલો ઉંદર પડેલો છે, જ્યારે સૂપની સાથે બીજી ઓર્ડર કરેલી વસ્તુ પણ દેખાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેસ્ટોરન્ટે પણ મહિલાના આરોપોનો જવાબ આપ્યો છે. રેસ્ટોરન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે મહિલાએ લગાવેલા આરોપો ખોટા છે. એક તરફ મહિલા કહી રહી છે કે તે સાચું છે, તો બીજી તરફ રેસ્ટોરન્ટે તેને ખોટું કહ્યું છે. રેસ્ટોરન્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે મહિલાએ તેના પૈસા પાછા મેળવવા માટે આ પ્રકારની હરકત કરી છે અને તેની સામે કેસ દાખલ કરવામાં આવશે. સાથે જ મહિલાએ એમ પણ કહ્યું છે કે તે પણ રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *