ઓ બાપ રે! અહીં એક મહિલાએ એકસાથે એક-બે નહીં પણ 7 સ્વસ્થ બાળકોને આપ્યો જન્મ

પાકિસ્તાન: જોડિયા બાળકો (Twins) થવા તેવા કેસો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ. વધારેમાં વધારે 3થી 4 બાળકો જન્મવાની ખબરો સામે આવતી હોય છે પણ…

પાકિસ્તાન: જોડિયા બાળકો (Twins) થવા તેવા કેસો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છીએ. વધારેમાં વધારે 3થી 4 બાળકો જન્મવાની ખબરો સામે આવતી હોય છે પણ કોઈ આ વાત પર ક્યારેય વિશ્વાસ નહી કરે અથવા તો કોઈ મહિલા એકસાથે 7 બાળકોને જન્મ (Women give birth to 7 children together) આપી શકે છે. પાકિસ્તાન (Pakistan) થી એક ઘટના સામે આવી છે.

આ બાળકોમાં 4 દીકરા તેમજ 3 દીકરી સામેલ છે. સૌથી વધુ ચોંકાવનાર બાબત તો એ છે કે, 7 બાળકો તદ્દન સ્વસ્થ છે. આ ઘટનાથી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. આ મહિલાને 7 બાળક પહેલા પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળક છે.

આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં આવેલ એબટાબાદ શહેરમાં બની જવા પામી છે. અહીં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી. બાળકો જન્મ્યા પછી બાળકોના પિતા 4 મોહમ્મદે ડોક્ટરોને કહ્યું હતું કે, અમને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે, ગર્ભમાં એકથી વધારે બાળકો છે પણ 7 બાળકો હશે એવો તો અંદાજો પણ ન હતો.

અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં 5 બાળકો હોવાનું સામે આવ્યું:
ડોક્ટરોની ટીમેં હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલિક ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં 5 બાળક હોવાનું સામે આવ્યું હતું. બાદમાં નક્કી થયું હતું કે, મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું તેમજ એક-એક કરીને 7 બાળકોએ જન્મ લીધો. મહિલા તથા બાળકોની સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

સંયુક્ત કુંટુંબમાં રહેતા હોવાથી બાળકોનો ઉછેર:
એવું જાણવા મળી રહ્યું છે કે, આ સાતેય બાળકોનું ભરણપોષણ કરવામાં તેમને કોઈ તકલીફોનો સામનો કરવો પડેશે નહીં, કારણ કે, તેઓ એક સંયુક્ત પરિવારમાં રહે છે તેમજ પરિવારના તમામ સભ્ય બાળકોના ઉછેરમાં મારી મદદ કરશે.

ડોક્ટરે શું કહ્યું?
ડોક્ટરનાં જણાવ્યા પ્રમાણે 8 માસની પ્રેગ્નન્ટ મહિલા તેમની પાસે સૌપ્રથમવખત શનિવારે આવી હતી. મહિલાનું બ્લડપ્રેશર ખૂબ વધુ હોવાથી પેટ પણ અતિશય ફૂલી ગયું હતું. ઓપરેશનનો વિકલ્પ ખતરનાક હતો. કારણ કે, આની પહેલા પણ મહિલાનાં બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યાં હતાં. એનાથી તેમના જૂના ટાંકા તેમજ ગર્ભાશય ફાટવાનું જોખમ રહ્યું હતું.

બાદમાં ડોક્ટરોની ટીમે એક કલાકથી વધારે ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલિવરી કરી. ડોક્ટરે જણાવ્યું હતું કે, આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળતું હોય છે કે, એકસાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય પણ અમારી ટીમે એ કરીને બતાવ્યું હતું. બાળકની માતાને હાલમાં ICUમાં શિફ્ટ કરી દેવાઈ છે.

દવાઓને લીધે એકથી વધુ બાળકોનો થયો જન્મ:
ડોક્ટર હિના ફૈયાઝ જણાવે છે કે, આ મહિલાએ ગર્ભધારણ કરનારી દવાઓનો ઉપયોગ કર્યો હતો. દવાઓના ઉપયોગને લીધે મહિલાના શરીરમાં એકથી વધારે ઈન્ડા મેચ્યોર થઈ જાય છે કે, જેને લીધે એક જ સમયમાં બે કે તેથી વધારે ગર્ભ રહી જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *