ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતા લોકોમાટે લાલબત્તી સમાન કિસ્સો- ડીલીવરી બોયે યુવતીના એવા ખરાબ હાલ કર્યા કે…

આજના સમયમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે, જમવા માટે પણ ઓનલાઈન ફૂડ ડીલીવરી એપ્લીકેશન ઉપર આધાર રાખી રાખ્યા છે. અહિયાં પોતાના…

આજના સમયમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે, જમવા માટે પણ ઓનલાઈન ફૂડ ડીલીવરી એપ્લીકેશન ઉપર આધાર રાખી રાખ્યા છે. અહિયાં પોતાના જીવનમાં વ્યસ્ત યુવતીએ ઓનલાઈન ફૂડ ડીલીવરી એપ્લીકેશન ઝોમેટો માંથી જમવાનું મંગાવ્યું હતું. પરંતુ તેને ક્યા ખબર હતી કે આ ઓર્ડર તેને ખુબ જ મોંઘો પડવાનો છે.

ફુડ ડિલિવેરીમાં મોડું થયું તો આ યુવતીએ તેણે કરેલા ઓર્ડરને કેન્સલ કરી નાખ્યો હતો. અને થોડા સમય પછી જ ડીલીવરી બોય તેના ઘરે પહોચ્યો હતો અને આ સગીરાએ આ ઓર્ડર લેવાની ના પાડી હતી. અને આટલી સામાન્ય વાતમાં ડીલીવરી બોયને ખુબ ગુસ્સો આવી જાય છે અને યુવતી સાથે ન કરવાનું કરી બેસે છે. જયારે ડીલીવરી બોય યુવતીને તેનો ઓર્ડર આપે છે ત્યારે તે ના પાડે છે અને ગુસ્સામાં આવીને યુવતીને જોરથી નાક ઉપર પંચ મારે છે અને યુવતીના નાક માંથી લોહી નીકળે છે.

આ ઘટનાથી પીડિત યુવતીએ પૂરી ઘટનાનો વિડીયો બનાવીને સોસીયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ધીરે ધીરે આ વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ઘાયલ થયેલી યુવતી વિડીયોમાં તેની સાથે ઘટેલી ઘટનાની વાત કરી રહી છે. યુવતીએ જણાવતા કહ્યું હતું કે, તેણે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો અને જયારે ઓર્ડર આવવામાં મોડું થયું ત્યારે મે કસ્ટમર કેરમાં પણ કોલ કર્યો હતો અને મેં ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હતો. જયારે યુવતી કસ્ટમર કેર સાથે વાત કરી રહી હતી ત્યારે જ ડીલીવરી બોય તેના ઘરે ઓર્ડર લઈને પહોચે છે.

યુવતીએ વધુમાં જણાવતા કહ્યું કે, જયારે મેં અડધો દરવાજો ખોલીને ડીલીવરી બોયને ઓર્ડર લેવાની ના પાડી તો તે ગુસ્સામાં આવી ગયો હતો. અને જયારે મેં ના પાડી ત્યારે તે બબાલ કરવા લાગ્યો હતો અને અચાનક ઘરમાં ઘુસી ગયો અને જમવાનું ઘરમાં મૂકી દીધું હતું. અને જયારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો ડીલીવરી બોયે હું તારો નોકર છું? કહીને નાક ઉપર પંચ મારી દીધો હતો અને યુવતીના નાક માંથી લોહી નીકળવા લાગ્યું હતું.

આ બનાવ બાદ ડીલીવરી બોય ત્યાંથી નાશી છુટ્યો હતો અને કોઈએ પણ આ યુવતીની મદદ કરી નહિ. યુવતી જણાવતા કહે છે કે, હું ખુબ ડરી ગઈ હતી અને ત્યારબાદ હું હોસ્પીટલમાં સારવાર લેવા માટે ગઈ હતી. યુવતી જણાવતા કહે છે કે, હાલમાં હું સરખી વાત પણ નથી કરી શકતી. વિડીયોમાં યુવતી કહે છે કે, મેં પોલીસને જાણ પણ કરી છે અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તે જલ્દીથી આરોપીને પકડી પાડશે અને યોગ્ય કાર્યવાહી કરશે.

ઝોમેટોએ પણ મહિલાના આક્ષેપો અંગે સ્પષ્ટતા આપી છે. કંપનીએ કહ્યું છે કે અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારીઓ તેઓનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ અથવા તબીબી માટે જે પણ સહાયતાની જરૂર હોય તે પૂરી પાડશે. આટલું જ નહીં, કંપનીએ તેમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીથી નહીં બને અને કંપનીએ પણ જેણે આવું કર્યું તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *