પીડિતાએ બળાત્કારીને આપ્યું દર્દનાક મોત, પછી પોલીસ સ્ટેશનમાં ફોન કરી એવી વાત કરી કે…

Published on: 1:00 pm, Sat, 17 October 20

મધ્ય પ્રદેશ રાજ્યનાં ગુણા શહેરમાં રહેતી એેક મહિલાએ પોલીસ સ્ટેશન ફોન કરીને કહ્યું કે, મેં એક યુવકને મારી નાખ્યો છે. મારી ધરપકડ કરવા માટે આવો. આવાં ફોનનાં લીધે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસ દ્વારા આ મહિલાને પકડવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, છેક વર્ષ 2005માં જયારે હું સગીર વયની હતી ત્યારથી આ યુવક સતત મારા ઉપર બળાત્કાર કરી રહ્યો હતો. હું તેનાથી એટલી હદે કંટાળી ગઇ હતી કે, છેવટે મેં તેને મારી નાંખવાનો નિર્ણય કર્યો હતો.

શરીર ઉપર 25 ઘા મારીને મારી નાખ્યો…
પોલીસ દ્વારા આ યુવકની ઓળખ એક બ્રિજકિશોર વર્મા તરીકે કરવામાં આવી હતી. શર્મા તેમજ તેને ચાકુનાં પચીસ જેટલાં ઘાથી મારી નાંખનારી મહિલા બન્ને એક જ વિસ્તારનાં રહેવાસી હતાં. મહિલા દ્વારા પોલીસને કહેવમાં આવ્યું કે, વર્ષ 2005માં જયારે હું સોળ વર્ષની હતી ત્યારે પ્રથમ વખત આ માણસે મારો ગેરલાભ લીધો હતો.

એ પછી તે સતત મને ડરાવી ધમકાવીને બળાત્કાર કરતો રહ્યો. આ મહિલાએ એક શિક્ષકની સાથે લગ્ન કરી લીધાં તેમજ તેને એક પુત્રીની માતા બની એ પછી પણ શર્મા એ તેનો પીછો છોડયો નહોતો. બનાવ બની એ રાતે મહિલા તેનાં ઘરમાં એકલી હતી. શર્મા શરાબનાં નશામાં આવ્યો તેમજ મહિલા ઉપર રેપ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે આ મહિલાની ધીરજનો અંત આવી ગયો.

તેણે રસોડામાં જઇને ચપ્પુ લીધું તેમજ શર્માનાં શરીર ઉપર પચીસ જેટલા ઘા મારીને તેને મારી નાંખ્યો હતો. એ પછી પોલીસને ફોન કર્યો કે, મેં એક યુવકની હત્યા કરી છે. મારી ધરપકડ કરવા માટે આવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle