મહિલાના માથાં પર ક્રેનનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોત, સ્થાનિકોએ ક્રેનચાલકને અર્ધનગ્ન કરીને…

ગુજરાત(Gujarat): રાજ્યના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના સંખેડા(Sankheda) તાલુકાના હરેશ્વર ગામ નજીક એક ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક ક્રેન અડફેટે લેતા મહિલા…

ગુજરાત(Gujarat): રાજ્યના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના સંખેડા(Sankheda) તાલુકાના હરેશ્વર ગામ નજીક એક ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક ક્રેન અડફેટે લેતા મહિલા સુમિત્રાબેન તડવીનું માથા પર ક્રેનનું તોતિંગ ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જેને લીધે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ક્રેન ચાલકને ઘટના સ્થળે જ અર્ધનગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સંખેડા પોલીસ તરત જ ઘટના સ્થળેદોડી આવી હતી અને સ્કૂટર પર બેસાડીને પોલીસ દ્વારા ક્રેન ચાલકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો અને મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

A post shared by Trishul News (@trishulnews)

મહિલાનું મોત થતાં ગામજનોમાં ફાટી નીકળ્યો રોષ:
મળતી માહિતી અનુસાર, સંખેડા તાલુકાના હરેશ્વર ગામ નજીક આજે સવારમાં ક્રેને સુમિત્રાબેન રાજુભાઇ તડવી નામના મહિલાને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં મહિલાના માથા પર ક્રેનનું કાળમુખું ટાયર ફરી વળ્યું હતું. જેને લીધે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા. મહિલાનું મોત થવાને કારણે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને ક્રેન ચાલકને પકડીને માર મારવામાં આવ્યો હતો અને તેને અર્ધનગ્ન કરીને રસ્તા પર જ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસ આવી અને ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઇ ગઇ:
સમગ્ર ઘટના અંગેની જાણ થતાની સાથે જ સંખેડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ક્રેન ચાલકને લોકો પાસેથી છોડાવવામાં આવ્યો હતો અને સ્કૂટર પર બેસાડીને પોલીસ દ્વારા ક્રેન ચાલકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *