પાંચ દીકરીઓ સાથે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું- બે દીકરીઓએ પોતાના હાથ છોડી જીવ બચાવી લીધો પરંતુ…

હાલમાં આત્મહત્યાના વધતા કેસો દરમિયાન મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક મહિલાએ પોતાની 5 પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ…

હાલમાં આત્મહત્યાના વધતા કેસો દરમિયાન મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે એક મહિલાએ પોતાની 5 પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ દરમિયાન મહિલા અને તેની ત્રણ પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બે પુત્રી માંડ-માંડ બચી ગઈ હતી. આ મામલો પરિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મૃતકનો પતિ રેલવે કર્મચારી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દૌસાના બાવડીખેડામાં રહેતી વિનિતા તેનાં પાંચ બાળકો સાથે આગરા થઈ બાંદીકુઇ તરફ જતી ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતુ. આ દરમિયાન મહિલા સહિત તેની ત્રણ પુત્રી કોમલ, અમની અને પાયલનાં દુઃખદ મોત નીપજ્યા હતાં. જ્યારે ધસમસતી ટ્રેન આવતી જોઈને પરી અને કોયલ નામની બે પુત્રીઓએ જેમ તેમ મહિલાથી હાથ છોડાવીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

આ દરમિયાન બાળકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. મંડાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નથુલાલ મયા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ઉપરાંત મહવા ડી.એસ.પી. હવસિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા મૃતક મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે, મૃતક મહિલાનો પતિ મંડાવર વિસ્તારમાં જ રેલવે ફાટક પર ગાર્ડ છે. તે મંડાવર પોલીસ મથક વિસ્તારના જ બાવડી ખેડા ગામનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે, પારિવારિક ઝગડાના મામલે આ મહિલા પોતાનાં 5 બાળકો સાથે રેલવે ક્રોસિંગ પર પહોંચી હતી અને ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. મહિલા કરૌલી જિલ્લામાં ટોડાભીમ વિસ્તારના થેડીમેરડા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં મંડાવર પોલીસ દ્વારા સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *