ભારતના આ ગામમાં વર્ષોથી ચાલતી આવી છે અનોખી પરંપરા, જ્યાં મહિલાઓ આ મહિનાના પાંચ દિવસ નથી પહેરતી કપડાં

Women not wear clothes for five days of shravan: આ દુનિયા ખૂબ મોટી છે અને દુનિયાના ખૂણે-ખૂણે લોકોની પોત પોતાની પરંપરાઓ અને રિવાજો છે. આપણી…

Women not wear clothes for five days of shravan: આ દુનિયા ખૂબ મોટી છે અને દુનિયાના ખૂણે-ખૂણે લોકોની પોત પોતાની પરંપરાઓ અને રિવાજો છે. આપણી આસ પાસ પણ અનેક રીતી રિવાજો જોવા મળતા જ હોય છે અને કેટલાક એવા પણ રીતી રિવાજો હોય છે કે જેને સાંભળીને આપણે દંગ રહી જઈએ છીએ. તમે આવી પરંપરાઓનું પાલન કરતી સ્ત્રીઓને ઘણી વાર જોય જ હશે. ઉદાહરણ તરીકે આફ્રિકન આદિવાસીઓમાં સ્ત્રીઓને પુરુષો દ્વારા માર મારવામાં આવે છે અને કપડાં પહેરવાનો રિવાજ નથી.

તમને આજે અમે જે વિષે કેવા જઈ રહ્યા છીએ તે સાંભળી ને જરૂર નવાય લાગશે, આવી પરંપરાઓ માત્ર દૂર દૂરના આદિવાસીઓમાં જ નહીં પરંતુ આપણા દેશ ભારતમાં પણ જોવા મળે છે, આવી પરંપરાઓ મહિલાઓના અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે. આજ સુધી મહિલાઓના કપડાંને લઈને વિવાદો થતા હોય છે, પરંતુ તમને જાણીને ખુબજ નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવું ગામ છે જે ગામમાં મહિલાઓ ઘણા દિવસો સુધી કપડાં વગર રહે છે, તેમને કપડા ફેરવના હોતા નથી.

ઘણી બધી એવી પરંપરાઓ હોય છે જે મહિલાઓ રૂઢિચુસ્ત પરંપરાઓના નામે તેનું પાલન કરતી હોય છે પણ જે કદાચ તેઓ તેમના હૃદયથી સ્વીકારતા નથી. આવી પરંપરાઓ હિમાચલ પ્રદેશમાં સ્થિત મણિકર્ણ ખીણમાં સદીઓથી ચાલતી આવે છે. પીની ગામમાં રહેતી મહિલાઓને વર્ષમાં 5 દિવસ નગ્ન રહે છે એટલે કે કપડાં વગર તેમને રહેવું પડે છે. મળેલી માહિતી અનુસાર આ પરંપરા સાવન મહિનામાં કરવામાં આવે છે અને તેની પાછળ એક રસપ્રદ ઈતિહાસ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીંના પીની ગામમાં દર વર્ષે અહીંની મહિલાઓ સાવન મહિનામાં પાંચ દિવસ સુધી કપડાં પહેરતી નથી. જો કોઈ મહિલા આવું ન કરે તો તેને થોડા જ દિવસોમાં કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એટલું જ નહીં, આ દરમિયાન આખા ગામમાં કોઈ પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરતા નથી અને એકબીજાથી સંપૂર્ણપણે દૂર રહે છે.

મળેલી માહિતી અનુસાર આ પાંચ દિવસો દરમિયાન પુરુષો માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન પુરુષો દારૂ અને માંસનું સેવન નહીં કરે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ પરંપરાને યોગ્ય રીતે અનુસરતું નથી, તો દેવતાઓ નારાજ થઈને તેને નુકસાન પહોંચાડે છે. આ પરંપરા પાછળ એક વાર્તા છે, જેના કારણે આ બધું થઈ રહ્યું છે.

કહેવાય છે કે ઘણા સમય પહેલા આ ગામમાં રાક્ષસોનો આતંક હતો. આ પછી ‘લહુઆ ખોંડ’ નામના દેવતા પીની ગામમાં આવ્યા અને રાક્ષસનો વધ કરીને ગામને બચાવ્યું. આ બધા રાક્ષસો સુંદર વસ્ત્રો પહેરેલી ગામની પરિણીત સ્ત્રીઓને લઈ જતા હતા. દેવતાઓએ રાક્ષસોનો વધ કરીને સ્ત્રીઓને આમાંથી બચાવી, ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *