મહિલાઓ માટે ભયભીત બન્યું ગુજરાત, બળાત્કાર, મહિલા અત્યાચારના વધ્યા બનાવો

ગુજરાત કહેવાય તો છે ગતિશીલ અને ભયમુક્ત રાજ્ય પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી રહી તેવું ગૃહ વિભાગના આંકડા બતાવી રહ્યા છે. ગુજરાતમાં…

ગુજરાત કહેવાય તો છે ગતિશીલ અને ભયમુક્ત રાજ્ય પરંતુ છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી રહી તેવું ગૃહ વિભાગના આંકડા બતાવી રહ્યા છે. ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીના ૧૦ મહિનાના ગાળામાં રાજ્યમાં બળાત્કારના ૫૦૨ કેસો સામે આવ્યા છે. જે ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં ૮૨ કેસ વધુ હોવાનું જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષની તુલનામાં બળાત્કારના કેસોનો આ આંકડો મોટો છે. મહિલાઓની પજવણીના કેસોમાં પણ વધારો જોવાયો છે. આ વર્ષે પજવણી અંગેના કુલ ૧,૦૧૪ કેસો પોલીસ મથકે નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં બળાત્કારના સૌથી વધુ ૬૦ કેસ નોંધાયા છે. જે પણ ગત વર્ષની તુલનામાં ૭ કેસ વધુ દર્શાવે છે. અમદાવાદ ગ્રામ્યમાં ૧૦ કેસો રેપના નોંધાયા છે. રાજકોટમાં ૧૮, સુરતમાં ૪૩ અને બરોડા શહેરમાં બળાત્કારના ૯ કેસ નોંધાયા છે.

એકબાજુ મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે. ત્યારે મહિલાઓ સામે છેલ્લા ચાર વર્ષના ગાળામાં ચાલુ વર્ષે બળાત્કારના વધુ ગુનાઓ નોંધાયા છે. છેડતી, પજવણી, દહેજનો ત્રાસ સહિતના કુલ ૪,૨૬૦ કેસો રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે.

દહેજના કારણે મહિલાનું મોત થયું હોય તેવા ચાલુ વર્ષે કુલ ૧૦૭ કેસો સામે આવ્યા છે. દહેજના કારણે રાજ્યમાં વર્ષ ૨૦૧૪માં ૧૯૩ મહિલાઓના મોત થયા હતા. વર્ષ ૨૦૧૫માં ૧૬૨, વર્ષ ૨૦૧૬માં ૧૬૮ અને વર્ષ ૨૦૧૭માં ૧૨૧ મહિલાઓ દહેજના કારણે મોતને ભેટી હતી.

 

અમદાવાદ શહેરમાં મહિલા અત્યાચારના ગુના

ગુનો ઓક્ટોબર ઓક્ટોબર
  2017 2018
બળાત્કાર ૫૩ ૬૦
અપહરણ ૧૫
દહેજ મોત ૧૭ ૧૧
સાસરિયાનો ત્રાસ ૫૦૩ ૨૨૯
પજવણી ૧૮૬ ૧૬૮
દહેજ અંગે ત્રાસ ૭૬ ૩૧૦

 

રાજ્યમાં ચાલુ વર્ષે મહિલા અત્યાચારના કેટલા ગુના નોંધાયા

ગુના ઓક્ટોબર ઓક્ટોબર
  2017 2018
બળાત્કાર ૪૨૦ ૫૦૨
અપહરણ ૧૩૯ ૧૦૫
દહેજ મોત ૧૦૪ ૧૦૭
પજવણી ૯૫૪ ,૦૧૪
શારીરિક છેડતી ૨૭
સાસરિયાનો ત્રાસ ૫૦૮ ૯૫૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *