સુરત બસ અક્સ્માતમાં જીવતી સળગી ગયેલી પરણીતાના હૈયાફાટ રુદન સાથે થયા અંતિમ સંસ્કાર- દ્રશ્યો જોઇને આંખો ભીની થઇ જશે

સુરત (Surat) થી ભાવનગર (Bhavnagar) જવા નીકળેલી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંગળવારે રાત્રે રાજધાની ટ્રાવેલ્સની બસમાં…

સુરત (Surat) થી ભાવનગર (Bhavnagar) જવા નીકળેલી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંગળવારે રાત્રે રાજધાની ટ્રાવેલ્સની બસમાં લાગેલી આગમાં એક પરિણીત મહિલાનું મોત થયું હતું.

આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1×2ની સ્લિપિંગ વ્યવસ્થા હતી. મોડી રાત્રે બસમાં એસીનું કોમ્પ્રેસર ફાટ્યું અને આગ વધારે ફેલાણી હતી. આ બનાવમાં ભાવનગરના દંપતી પણ મુસાફરી કરતા હતા. જમણી બાજુ ઉપરના ભાગે ડબલ સીટ કેબિનમાં આ નવયુગલ બેઠા હતા. એકાએક આગ લાગતાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ ન મળતા તે જીવતી સળગી ગઈ. જ્યારે  યુવક તો બહાર નીકળી ગયો હતો તેથી તે બચી ગયો.

પરણીતાના પતિને ગંભીર ઈજાઓ થતા તેની હાલમાં હોસ્પીટલમાં સારવાર ચાલે છે. મળતી માહિતી મુજબ , આ નવયુગલના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને 17, જાન્યુઆરીએ તેમની એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું.

પરિણીતાનો પરિવાર સુરત આવી ગયો હતો.ત્યારબાદ પરણીતાના કપડા, વીંટી અને ઝાંઝર જોઇને તેને ઓળખી ગયા હતા. પોસ્ટમોર્ટમ કર્યાબાદ મૃતદેહ, પરિવાર જનોને સોપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરણિતા તાન્યાબેનનો મૃતદેહ અને વિશાલભાઈને લઈને ભાવનગર લાવ્યા હતા. ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

યુવક કે જેનું નામ વિશાલ નારાયણભાઇ નવલાણી છે તે પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા હતા.ગોવાથી અમદાવાદની બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે 5 વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા બસમાં હીરાબાગથી બેઠા હતા.

દંપતીના સબંધીઓએ જણાવ્યું હતું કે , બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધારે લાગી હતી. તેથી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે કે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ પરણિતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *