કારીગરોને UP લેવા ગયેલા સુરતના મિલ માલિક અને કોન્ટ્રાક્ટરોને શ્રમિકો કહ્યું અમે નહી આવીએ- નીકળો અહીંથી

Published on Trishul News at 7:40 PM, Fri, 26 June 2020

Last modified on June 26th, 2020 at 7:40 PM

કોરોના વાઇરસને લઈને લઈને લોકડાઉણ સમયે હેરાનગતિ ભોગવીને પોતાના વતન ગયેલા શ્રમિકોને લેવા માટે સુરતના મીલ માલિક સાથે કોન્ટ્રાકટર ગયા હતા જોકે સુરત માં દુર્વ્યવહાર કરનાર કોન્ટ્રક્ટરને ત્યાંથી શ્રમિકો એ ભગાડ્યા હતા. હાલમાં રાજ્યમાં લોકડાઉન થતાની સાથે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવેલા શ્રમિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાલમાં અનલોક-2ની તૈયારીને લઇને સુરતથી કેટલાક મિલ માલિકો અને કોન્ટ્રકટરો શ્રમિકોને લેવા માટે તેમના વતન ગયા હતા પરંતુ લોકડાઉનમાં શ્રમિકોને ભગવાન ભરોશે છોડનારા મિલ માલિકો અને કોન્ટ્રકટરોને શ્રમિકોએ ભગાડ્યા હતા અને મુશ્કેલીમાં શ્રમિકોની સાથે રહેનારા મિલ માલિકો અને કોન્ટ્રકરોને શ્રમિકોએ ખૂબ સારો આવકાર આપ્યો હતો. સરકાર અનલૉક 2.0ની તૈયારીઓ કરી રહી છે ત્યારે શ્રમિકોને પરત સુરત લેવા ગયેલા ઉત્તર પ્રદેશમાં સુરતના મીલ માલિક અને કોન્ટ્રાક્ટરને લપડાક પડી છે.

મળતી માહિતી અનુસાર, અનલોક-2ની તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન સુરતના કેટલાક મિલ માલિકો અને કોન્ટ્રાક્ટરો શ્રમિકોને લેવા માટે ઉત્તર પ્રદેશના બાંદા, હમીરપુર, ચિત્રકુટ, ફતેહપુર, મહોબા, કાનપુર, ગોરખપુર, આજમગઢ સહિતના જિલ્લામાં ગયા હતા. તે સમયે લોકડાઉન સમયે શ્રમિકોને બરાબર સાચવનારા અને તેમને ટ્રેનની વ્યવસ્થા કરી આપનારા મિલ માલિકો અને કોન્ટ્રાક્ટરોનું શ્રમિકોએ સ્વાગત કરીને આવકાર આપ્યો હતો અને મુશ્કેલીના સમયમાં શ્રમિકોને ભોજનનું પણ નહીં પૂછનારા મિલ માલિકો અને કોન્ટ્રાક્ટરોને શ્રમિકોએ ગાળો આપીને ભગાડ્યા હતા.

આ બાબતે ઇન્ટુક સુરત એકમના પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ કોન્ટ્રાક્ટર કામરાન ઉષ્માનીએ જણાવ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટરો કામદારોએ કોરોનાના લોકડાઉન દરમિયાન શ્રમિકોની સાથે સારો વ્યવહાર કર્યો નહોતો તેવા કોન્ટ્રાક્ટર ગામના સરપંચ દ્વારા કામદારોને લીધા વગર જ પરત મોકલી દેવામાં આવ્યા હતા અને જે કોન્ટ્રાક્ટરો સારો વ્યવહાર કર્યો હતો તેમને નોંધણી માટેનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

કામદારોને ઉત્તર પ્રદેશથી સુરત લાવવા માટે બાંદા, હમીરપુર, ચિત્રકુટ, ફતેહપુર, મહોબા, કાનપુર, ગોરખપુર, આજમગઢ સહિતના જિલ્લાઓમાં પહોંચેલા ટેક્સટાઇલ મિલના માલિકોને લેબર કોન્ટ્રાક્ટરોને કડવો અનુભવ થયો હતો. સુરતમાં કોવિડ-19 કોરોના સંક્રમણ દરમિયાન કામદારોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધા નહીં આપનારા કોન્ટ્રાક્ટરોને ગંદી ગાળો આપીને ભગાડી મુકવામાં આવ્યા હતા. જ્યારે જે મિલ સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોએ કામદારોને ભોજન ઉપરાંત વતને જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી હતી તેવા મિલ માલિકો અને કોન્ટ્રાક્ટરોને સારો આવકાર આપવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, 40% જેટલા કામદારો સુરતમાં 1 જૂલાઈ સુધીમાં પરત ફરશે અને અન્ય કામદારો લગનસરા, મનરેગા અને ખેતીના કારણે દિવાળી પહેલા પરત આવાની તૈયારી દર્શાવી રહ્યા નથી. કેટલાક કોન્ટ્રાક્ટર તો ટ્રેનની ટિકિટ અને એક મહિનાનું રાશન પણ આપવા તૈયાર છે છતા પણ કામદાર પરત આવવા તૈયાર નથી. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કેટલાક ગામડાઓની અંદર અલગ-અલગ પક્ષના સરપંચ હોવાના કારણે તેઓ કામદારોને કહી રહ્યા છે કે, હાલમાં સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ વધારે ખાબ છે અને સ્થિતિ વધારે ખરાબ નહોતી તે સમયે લોકડાઉન આપવામાં આવ્યું હતું અને કામદારોને ભોજન વગર પણ રહેવું પડ્યું હતું. તેવા સમયે હવે ફરીથી લોકડાઉન થશે તો મુશ્કેલી વેઠવાનો વારો આવશે. આ વાતને લઇને 60% જેટલા શ્રીમીકો દિવાળી સુધી પરત આવવા માટે તૈયાર નથી.

તો બીજી તરફ કામદારોને અન્ય રાજ્યોમાંથી કોન્ટ્રાક્ટર લેવા આવે તો તેમનું રજીસ્ટ્રેશન ફરજીયાત પણે UP સરકાર દ્વારા કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર શ્રમિકોને લેવા આવ્યાની વાત સરપંચ અધિકારીને કરે છે તો મામલતદાર કક્ષાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનું રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચી જાય છે અને તેના કારણે કોન્ટ્રાક્ટરો અને મિલ માલિકોને કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "કારીગરોને UP લેવા ગયેલા સુરતના મિલ માલિક અને કોન્ટ્રાક્ટરોને શ્રમિકો કહ્યું અમે નહી આવીએ- નીકળો અહીંથી"

Leave a comment

Your email address will not be published.


*