શિખર ધવનની જગ્યાએ રમશે આ ખેલાડી, ઇંગ્લેન્ડ માટે થયો રવાના. જાણો કોણ છે આ ખેલાડી ?

104

હાલમાંજ થોડા દિવસ પહેલા જ ભારતના ધુંઆધાર ખેલાડી શિખર ધવન નું હાથમાં ભારે ઈજા થઇ ના સમાચાર સામે આવ્યા છે.તો હવે આગળની મેચમાં શિખર ધવનની જગ્યા પર કોણ રમશે ? આ વિચાર કરીને આખી ટીમ પરેશાન હતી. તેમાં આઈપીએલ માં જે ખેલાડીએ બધા દર્શકોની આંખો પોતાની તરફ ખેંચી હતી, તે ખેલાડી ને શિખર ધવન ની જગ્યા પર રમવાનું ટીમ ઇન્ડિયા વિચારી રહી છે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ ગયો છે. ધવન જોકે ઈંગ્લેન્ડમાં જ રહેશે અને BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. BCCIએ પંતને ઈંગ્લેન્ડ જવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. પંત ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ ગયો છે. તે ટીમ ઈન્ડિયા સાથે જોડાયા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેશે.

વર્લ્ડ કપ માટે જ્યારે ટીમની પસંદગી થઈ હતી, ત્યારે પંતને પસંદગીકારોએ નજરઅંદાજ કર્યો હતો અને દિનેશ કાર્તિકને પસંદ કર્યો હતો. જોકે, 21 વર્ષીય આ ખેલાડી શરૂઆતી પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં હશે કારણ કે ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ જ પંતને તક મળવાની સંભાવના બનશે. રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટ ધવનની ઈજા સાથે સંકળાયેલ રિપોર્ટ ICC ટેકનિકલ ટીમને સોંપશે. ત્યારબાદ રિપ્લેસમેન્ટનો અનુરોધ કરવામાં આવશે.

ધવનના અંગૂઠામાં ફ્રેક્ચર છે અને આ કારણે જ તે ત્રણ અઠવાડિયા માટે મેદાનથી દૂર થઈ શકે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે રમાનારી બંને મેચોમાં નહીં રમી શકશે. આ અંગે BCCIએ કહ્યું કે, ધવન હાલ BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. ટીમ પ્રબંધને નિર્ણય લીધો છે કે, ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને તેની ઈજા પર નજર રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.