વિશ્વ જનસંખ્યા દિવસ: અહી જાણો દુનિયા ની વસ્તીની ગણતરી કઈ રીતે થાય છે

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે…

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.

જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, ‘પાંચ અબજ દિન’ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ. 1000 વર્ષ પહેલા આખા વિશ્વની જનસંખ્યા 40 કરોડ હતી. વર્ષ 1804માં પહેલી વાર વિશ્વની વસતી 1 અબજ થઈ હતી અને 1960માં વિશ્વની જનસંખ્યા 3 અબજ થઈ ગઈ હતી. 1960થી લઈને 2000 સુધીમાં એટલે કે 40 વર્ષમાં વિશ્વની જનસંખ્યા બમણી એટલે કે 6 અબજ થઈ હતી. જુલાઈ 2017ના આંકડા પ્રમાણે, વિશ્વની અત્યારની વસ્તી 7.5 અબજ છે.

વસ્તી બાબતે ભારત આ સમયે દુનિયાભરમાં બીજા નંબર પર છે અને ચીન પહેલા નંબર પર. પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2025થી 2030 દરમિયાન ભારતની વસતી ચીન કરતા વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *