જાણો વર્લ્ડ કપ ૨૦૧૯ માં વિજેતાને મળશે આટલા કરોડ રૂપિયા, અને જાણો બીજા પણ મળશે કરોડોના ઇનામો.

વર્લ્ડકપ 2019નો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી પ્રારંભ થઇ રહ્યો છે. 30 મેથી રમાનારા વર્લ્ડકપ માટે ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડકપમાં 70 કરોડ…

વર્લ્ડકપ 2019નો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી પ્રારંભ થઇ રહ્યો છે. 30 મેથી રમાનારા વર્લ્ડકપ માટે ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડકપમાં 70 કરોડ રૂપિયાના ઇનામ આપવામાં આવશે જેમાં ચેમ્પિયન બનનારી ટીમને 28 કરોડ રૂપિયા મળશે. આ રકમ આઇપીએલની (20 કરોડ) રકમ કરતા 8 કરોડ વધુ છે.જ્યારે રનર્સઅપને 14 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ક્રિકેટ વર્લ્ડકપમાં કરોડો દાંવ પર

ક્રિકેટ વર્લ્ડકપમાં પ્રથમ વખત આટલી મોટી ઇનામી રકમ દાંવ પર હશે. આ વર્લ્ડકપમાં 45 લીગ અને 3 નોક આઉટ મેચ રમાશે. 14 જુલાઇએ લોર્ડ્સના મેદાન પર રમાનારી ફાઇનલની વિજેતા ટીમને ટ્રોફી સાથે 28 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સેમિ ફાઇનલમાં હારનારી બન્ને ટીમોને 11.2-11.2 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 11 જગ્યાએ રમાશે.

દરેક ટીમે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ અન્ય 9 ટીમો સામે રમવાનું છે. દરેક લીગ મેચની વિજેતા ટીમને 28-28 લાખ રૂપિયા મળશે. આ રીતે લીગ સ્તરે 45 મેચ જીતનારી ટીમોને કુલ મળીને 12.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. લીગ સ્તર બાદ 6 ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ જશે. આ ટીમોને 70-70 લાખ રૂપિયા મળશે. આ રીતે આ ટીમોને કુલ મળીને 4.2 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.

વર્લ્ડકપનો 30 મેથી પ્રારંભ

વર્લ્ડકપ 2019 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે. જેની સેમિ ફાઇનલ 9 અને 11 જુલાઇએ રમાશે. સેમિ ફાઇનલ મુકાબલા માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિઘહામના એજબેસ્ટનમાં રમાશે. વર્લ્ડકપ 2019નો ફાઇનલ મુકાબલો 14 જુલાઇએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *