દુનિયાની સૌથી મોટી હીરાની ખાણ બંધ થવાથી હીરા ઉદ્યોગને થશે માઠી અસર. જાણો વધુ

Published on Trishul News at 8:17 PM, Mon, 15 July 2019

Last modified on July 26th, 2020 at 9:53 AM

વિશ્વની સૌથી મોટી હીરાની ખાણ રિયો ટિન્ટો દ્વારા ચાર દાયકા પછી બંધ કરવામાં આવી રહી છે. કંપનીઓ ઉતરતી ગુણવત્તાના કીમતી પથ્થરોનું ઉત્પાદન કરવાના બદલે તેને બંધ કરવાનું મુનાસિબ માન્યું છે. રશિયાથી કેનેડાના હરીફોના આશા છે કે તેના લીધે મંદીમાં સપડાયેલા ઉદ્યોગને આળસ મરડીને બેઠા થવામાં મદદ મળશે.  રિયો આર્ગાઇલ ખાણ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે

તેણે 1983થી બજારમાં બંને માર્ગે હીરા અને ઝવેરાત પૂરા પાડતા ઉદ્યોગની સિકલ બદલી નાખી હતી. આરબીસી કેપિટલ માર્કેટ્સ અને પનમુરે ગોર્ડ સહિતના બ્રોકરે, બેન્કો અ હરીફોની આગાહી છેકે ખાણ બંધ થવાના લીધે 2011થી ઘટેલા ભાવ વધવા લાગશે, એમ ઉદ્યોગના ડેટા પ્રોવાઇડર પોલિશ્ડપ્રાઇસીસ ડોટ કોમે જણાવ્યું હતું.  આર્ગાઇલનું ઉત્પાદન રાજધાની પર્થથી 2,600 કિલોમટીર દૂર ઉત્તરપૂર્વે થતુ હતુ. તે આગામી વર્ષના અંત સુધીમાં બંધ થઈ જશે.

આમ આર્થિક રીતે પોષણક્ષમ કીમતી પથ્થરો આપતી ખાણ બંધ થઈ જશે, તેમ રિયોના કોપર અને ડાયમંડ હેડ આર્નોડ સોઇરતે જણાવ્યું હતું.  સોઇરતે ખાણની સાઇટેથી આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બજારમાં હજી સુધી અમુક સમય સુધી પુરવઠો ચાલશે.

2020ના અંતે અમે કામગીરી અટકાવી દઇશું અને સાઇટનું પુર્નવસન શરૂ કરશે. આર્ગાઇલ વિશ્વના સૌથી પ્રાઇઝ્ડ ગુલાબી હીરા માટે 90 ટકાનો સ્ત્રોત ધરાવે છે. રોઝથી મેગ્નેટાવાળા પત્થર સેક્ટરના સૌથી ઊંચા ભાવ ધરાબે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "દુનિયાની સૌથી મોટી હીરાની ખાણ બંધ થવાથી હીરા ઉદ્યોગને થશે માઠી અસર. જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*