આ તારીખથી સુરતમાં ખુલ્લું મુકાશે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ, ક્યારેય ન જોયું હોય તેવું ઉદ્ધાટન થશે

Published on: 4:12 pm, Mon, 23 May 22

સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Diamond Bourse) એટલે કે સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. 2022ના પ્રારંભમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં બુર્સનું લોકાર્પણ થાય તે પહેલાં વિશ્વની બીજા ક્રમાંકની રફ ડાયમંડની માઈનિંગ કંપનીના 6 અધિકારીઓના ડેલિગેશને SDBના ઓકશન હાઉસની મુલાકાત લીધી હતી.

વિશ્વના સૌથી મોટા બુર્સમાં 50,000 સ્કે. ફુટ એરિયામાં ડાયમંડ ઓકશન હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઓકશન હાઉસની અલરોઝાના (AlRoza) પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી છે. અને જો કર માળખું અનુકૂળ હશે તો રશિયાની રફ ડાયમંડ માઈનિંગ કંપની સુરત ડાયમંડ બુર્સના ઓકશન હાઉસમાં રફની હરાજી કરશે.

સુરતને અડીને આવેલા ખજોદ ખાતે બની રહેલી સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના એક ભાગ સ્વરૂપે 66 લાખ સ્કવેર ફિટ એરિયામાં બુર્સ નિર્માણનું કામ 90 ટકા સુધી પૂર્ણ થયું છે. આજે અલરોઝાના પ્રતિનિધિ મંડળના કંપનીના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ, અલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ, અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર જીમ બી. વિમાદલાલ સહિત 6 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ડેલિગેશનને ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

સુરતમાં બનેલા વિશ્વના સૌથીં મોટા બુર્સમાં ડાયમંડ બુર્સ કમિટીએ આગામી તારીખ 5 જૂને સુરત ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહા આરતીનો કાર્યક્રમ રાખ્યો છે. ચર્ચા એવી છે કે અંદાજે 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના મુખ્ય ગેટનું લોકાર્પણ વડાપ્રધાન કરે એવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. જો કે, કમિટીના કેટલાક આગેવાનોનો એવો મત છે કે બુર્સનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે.

સુરતમાં બનેલા બુર્સ બાદ એકથી એક ખુશખબરો હીરા ઉદ્યોગકારો માટે આવી રહી છે જેમ કે ઓક્શન હાઉસ જોયા પછી જો રફ ઓકશનના ટ્રેડિંગમાં ટેક્સેશનનું ભારણ નહીં નડે તો સુરતમાં જ રફનું ઓક્શન કરવા માટેની તૈયારી દર્શાવી છે. બતાવી હતી. અલરોઝાના પ્રતિનિધિ મંડળ સાથે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી, એમ.ડી. મથુર સવાણી, કમિટી મેમ્બર સેવંતી શાહ, લાલજી પટેલ, દયાળ વાઘાણી, દિનેશ નાવડિયા, ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગન દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન 67 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં, સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.

બુર્સના નિર્માણ વિષે રસપ્રદ માહિતી જણાવીએ તમને તો બુર્સમાં બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો છે. આ ઉપરાંત 4500 ફોર વ્હીલર અને 10 હજાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.