અહીં રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ છે સુરક્ષા, દિવસ-રાત હેલિકોપ્ટર રાખે છે ધ્યાન. જાણો વિગતે

Published on Trishul News at 5:28 PM, Mon, 8 July 2019

Last modified on July 12th, 2019 at 1:31 PM

મોટાભાગે રાષ્ટ્રપતિ ભવનને સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં એક એવી ઈમારત છે, જેમાં સુરક્ષા રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ હોય છે. આ ઈમારતની સુરક્ષા દિવસ-રાત હોલિકોપ્ટર કરે છે. હવે વિચાર આવશે કે એવું તો શું હશે આ ઈમારતમાં જેથી સુરક્ષા આટલી મજબૂત હશે.

આ ઈમારતને ફોર્ટ નોકસના નામથી ઓળખવામાં આવે છે. હકીકતમાં ફોર્ટ નોક્સ અમેરિકન આર્મીની એક પોસ્ટ છે, જે કેંટુકી રાજ્યમાં છે અને તે એક લાખ નવ હજાર એકરમાં ફેલાયેલ છે. તેને દુનિયાની સૌથી સુરક્ષિત ઈમારતોમાંથી એક માનવામાં આવે છે.

આ ઈમારતનું નિર્માણ અમેરિકન આર્મી દ્વારા 1932માં કરવામાં આવ્યું હતું. અહીંની સુરક્ષા એટલી કડક છે કે અહીં કોઈ પરિંદો પણ આવી નથી શકતો. આ ઈમારત ચારેબાજુથી દીવાલોથી બંધાયેલી છે, જે ઘણી મજબૂત મોટી ગ્રેનાઈટથી બની છે. તેની સુરક્ષામાં લગભગ 30 હજાર સૈનિકો હોય છે. ફોર્ટ નોક્સની છત પૂરેપૂરી બોમ્બ પ્રૂફ છે.

તેના પર કોઈપણ પ્રકારના બોમ્બની અસર થતી નથી. તે ઉપરાંત પણ તેની ચારે બાજુ એલાર્મ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેની સુરક્ષા બંદૂકોથી લેસ અપાચે હેલિકોપ્ટર કરે છે. વિશેષ પરવાનગી વગર અહીં કોઈ આવી શકતું નથી. જોકે ફોર્ટ નોક્સ એક ગોલ્ડ રિઝર્વ છે, જેમાં લગભગ 42 લાખ કિલો સોનું રાખેલું છે.

તે ઉપરાંત અમેરિકાની સ્વતંત્રતાનું અસલી ઘોષણા પત્ર, ગુટેનબર્ગની બાઈબલ અને અમેરિકન બંધારણની અસલ કોપી જેવી અતિમહત્ત્વપૂર્ણ વસ્તુઓ રાખવામાં આવી છે. જ્યાં સોનું રાખવામાં આવ્યું છે ત્યાં 22 ટનનો મોટો દરવાજો લગાવ્યો છે.

આ દરવાજાને ખોલવા માટે એક ખાસ પ્રકારનો કોડ રાખવામાં આવ્યો છે અને એ કોડની જાણકારી ઈમારતમાં કામ કરી રહેલા કેટલાક કર્મચારીઓને જ હોય છે. કોઈ પણ કર્મચારીને બીજા કર્મચારીનો કોડ ખબર હોતી નથી. એવામાં કોઈ એક કોડના માધ્યમથી દરવાજો ખોલી નથી શકાતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "અહીં રાષ્ટ્રપતિ ભવનથી પણ વધુ છે સુરક્ષા, દિવસ-રાત હેલિકોપ્ટર રાખે છે ધ્યાન. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*