આ શહેરમાં 350 કરોડના ખર્ચે બનશે ક્રિકેટ સ્ટેડિયમ- તસ્વીરો જોઈ ચોંકી જવાય એવી છે ડિઝાઇન

દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું મોટેરા કે જેની 1.10 લાખ કેપેસિટી છે, બીજા નંબરે મેલબોર્ન કે જેની 1.02 લાખ કેપેસિટી છે. રાજસ્થાનમાં વિશ્વનું ત્રીજું સૌથી…

દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું મોટેરા કે જેની 1.10 લાખ કેપેસિટી છે, બીજા નંબરે મેલબોર્ન કે જેની 1.02 લાખ કેપેસિટી છે. રાજસ્થાનમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા તરફ જઈ રહ્યું છે. તેની ડિઝાઇન પણ નક્કી થઈ ગઈ છે. 100 એકરમાં આ સ્ટેડિયમને બનાવવા માટે અંદાજે રૂ.350 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ માહિતી રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (RCA)ના સચિવ મહેન્દ્ર શર્માએ આપેલ છે. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું, કે સ્ટેડિયમની બેઠક ક્ષમતા લગભગ 75,000 દર્શકોની રહેશે.

ગુજરાતનાં અમદાવાદમાં આવેલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ પછીનું આ ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મોટેરામાં લગભગ 1.10 લાખ દર્શકોની બેઠક ક્ષમતા ધરાવે છે, જ્યારે 1.02 લાખ લોકો મેલબોર્ન સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ લઈ શકે છે.

RCA દ્વારા ચોંપ નામનાં ગામમાં 41.47 હેક્ટર એટલે કે લગભગ 100 એકર જેટલી જમીન પણ ફાઇનલ કરવામાં આવી છે. જેમાં ઇન્ડોર ગેમ્સની વ્યવસ્થા, ઘણી રમતો માટે ટ્રેનિંગ, ક્લબ હાઉસ, 4,000 કાર માટેનાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

સ્ટેડિયમમાં અલગથી 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ રાખવામાં આવશે. જેમાં રણજી મેચ પણ કરાવવામાં આવશે. દર્શકોની માટે 2 રેસ્ટોરન્ટ, ખેલાડીઓની માટે ઇન્ટરનેશનલ લેવલની 30 જેટલી પ્રેક્ટિસ નેટ અને મીડિયા માટે કુલ 250 જેટલી સીટોનો પ્રેસ કોન્ફરન્સ રૂમ અલગથી હશે.

ક્યાંથી આવશે 350 કરોડ

90 કરોડ રૂપિયા BCCI પાસેથી લેવાના બાકી રહેલ છે.

જેમાંથી કુલ રૂપિયા 100 કરોડની બોર્ડ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે.

જેમાંથી કુલ 100 કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.

જેમાંથી કુલ 60 કરોડ રૂપિયા સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સને વેચી એકત્ર કરવામાં આવશે.

 હશે ફેસિલિટીઝ

આ સ્ટેડીયમમાં ઇન્ટરનેશનલ લેવલનું મેન ગ્રાઉન્ડ જોવા મળશે.

આ સ્ટેડીયમમાં કુલ 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ રાખવામાં આવશે. જેમાંથી રણજી મેચ પણ થઈ શકે છે.

આ સ્ટેડીયમમાં ‘વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમી’ ને પણ રાખવામાં આવશે.

આ સ્ટેડીયમમાં ક્લબ હાઉસ પણ જોવાં મળશે.

RCA સ્ટેડિયમ કુલ 2 ફેઝમાં બનશે. પહેલા ફેઝમાં તો 45,000 દર્શકોની બેઠક ક્ષમતા હશે, જ્યારે તેનાં બીજા ફેઝમાં તેને વધારીને કુલ 75,000 કરી દેવામાં આવશે.આ કામની શરૂઆત થયા પછી 24 મહિનામાં એક ફેઝ પૂર્ણ થઈ જશે.

RCAના મુખ્ય સંરક્ષક CP જોશી અને RCAના અધ્યક્ષ વૈભવ ગહલોતની સામે ‘ફર્મ મહેતા એન્ડ એસોસીએટ્સ’ LLP એ આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના ડિઝાઇનનું ફોર્મેટ રજૂ કર્યું હતું. જોશીના ઘરે મીટિંગમાં જ આ ડિઝાઇનને ફાઇનલ કરવામાં આવી હતી. RCAએ કુલ રૂ.100 કરોડની ગ્રાન્ટ માટે BCCIને લેટર પણ લખેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *