સુરતના સામાજિક અગ્રણી અને ઉધોગપતિ મહેશભાઈ સવાણીના માતુશ્રીને શિક્ષણરૂપી અનોખી પુષ્પાંજલી

સુરત શહેર હંમેશાં દાનવીરોની ભૂમિ રહી છે. સમાજ સેવા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનું નામ મોખરે છે. શિક્ષણથી જ સમાજનો વિકાસ થાય છે. શિક્ષણ આરોગ્ય અને…

સુરત શહેર હંમેશાં દાનવીરોની ભૂમિ રહી છે. સમાજ સેવા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનું નામ મોખરે છે. શિક્ષણથી જ સમાજનો વિકાસ થાય છે. શિક્ષણ આરોગ્ય અને સમાજ સેવા એમની આગવી ઓળખ છે. મહેશભાઈ સવાણી એ એમના માતૃશ્રી સ્વ. શ્રીમતી અજવાળીબેન વલ્લભભાઈ સવાણીની પ્રથમ પુણ્યતિથિએ એક અલગ નવતર પહેલ કરીને પુષ્પાંજલિ આપવાનું નક્કી કર્યું છે.

આ પુણ્યતિથિ નિમિત્તે મહેશભાઈ સવાણીએ શિક્ષણ ક્ષેત્રે સમાજના અનેક પરિવારોને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી મેડિકલ અને એન્જિનિયરિંગની ક્ષેત્રે બનાવવા ઇચ્છતા હોય પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે સમાજના ઘણા પરિવારો આર્થિક સંકળામણ અનુભવતા હોવાને લીધે પોતાના દીકરી- દીકરાઓ નું સપનું પરિપૂર્ણ કરી શકતા નથી.

ત્યારે આવા સંજોગોમાં મહેશભાઈ સવાણી એ પોતાના સંકલ્પને સાકાર કરવા જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય ગુજરાતી તેઓને શૈક્ષણિક ફિમાં સહાય કરીને મદદરૂપ થવાનો નિર્ધાર અને નવતર પ્રયોગ કરી સમાજને એક નવી દિશા આપવાનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે.

મહેશભાઈ સવાણીએ કહ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં શિક્ષણ અને આરોગ્ય સમાજની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યાંરે શિક્ષણરૂપી આ નવતર પ્રયોગ અનેક ના જીવન ઘડતરમાં આશીર્વાદરૂપ પુરવાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *