સી આર પાટીલ અને હર્ષ સંઘવી જશે જેલમાં? હાઈકોર્ટમાં થઇ ડ્રગ્સ કાયદાના ભંગની અરજી- જાણો કોણે કરી ફરિયાદ

એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું…

એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ ની જાહેરાત કરી હરી અને આ જાહેરાત અનુસાર મોટી સંખ્યામાં આ ઇન્જેક્શનનું વિતરણ પણ કરાયું હતું.

આ ઘટના પહેલા સુરતમાં ઇન્જેકશનનો જથ્થો ખૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે  ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશા ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનો ગેરકાનૂની જથ્થો લાવવો અને કોઈ જ મેડીકલ નિષ્ણાંત વગર વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી વિરુદ્ધ હાઈકોર્ટમાં રીટ પીટિશન દાખલ કરી છે.

ગુજરાતમાં કોરોના મહામારીમાં ફંસાયું છે. ગુજરાતની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રૂપાણી સરકાર બધું સમુંસારું છે તેવું જણાવી રહી છે પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા કેટલાય દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. અને સુરતમાં પણ સિવિલ અને કિરણ હોસ્પીટલની બહાર મોટી લાઈનો લાગી રહી છે. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. અમને ખબર નથી. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી.”

આ અરજીમાં ધાનાણીએ સામા વાળાઓ વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય તપાસ નીમવામાં આવે, ઇન્જેક્શન ક્યાંથી આવ્યા, કોણ કોણ શામેલ છે. ફંડ કોણે આપ્યું, આ ઇન્જેક્શન જીવનજરૂરીયાત અને ડોકટર કે મેડીકલ ના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ ન થઇ શકે તેવી હોવા છતા એ દવા આ લોકો પાસે ક્યાંથી આવી? બીજી વાર આવું ન થાય કોર્ટ ડીરેક્શન આપે. કોર્ટ આ બાબતે યોગ્ય તપાસ કરે અને ફરિયાદ દાખલ કરવા અંગે ની માંગણીઓ કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યની સ્થિતિ ખુબ જ નાજુક છે, સામાન્ય માણસને એક ઈન્જેક્શનો માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમ છતાં મળી રહ્યા નથી. તો પછી ભાજપના કાર્યાલય પરથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે લાવ્યા? 5000 ઈન્જેક્શનો ભાજપ કાર્યાલયમાંથી જરૂરિયાતમંદોને કેવી રીતે મળી રહ્યા છે? રેમડેશિવિર ઇન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ આ પીટિશન દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. અને એક ઈન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. અમદાવાદમાં તો ઝાયડસ હોસ્પિટલ ખાતે હજારોની ભીડ ઉમટતી હતી. ઝાયડસે પણ સ્ટોક ખાલી થઈ ગયો હોવાનું જણાવી ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દીધું છે. તેવામાં હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ગુજરાતની રૂપાણી સરકારે ભાજપશાસિત ઉત્તરપ્રદેશની યોગી સરકારને અમદાવાદથી 25 હજાર ઈન્જેક્શન આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *