મોરારિબાપુએ હનુમાનજીના ચાર અક્ષર પરથી આપ્યા જીવનમાં સફળ થવાના સૂત્ર- જુઓ વિડીયો

Published on Trishul News at 2:17 PM, Tue, 20 July 2021

Last modified on July 20th, 2021 at 2:17 PM

આજકાલ લોકો નજીવી બાબતે નિરાશ થઈ જાય છે અને દુઃખી પણ થઈ જાય છે. તેમજ ભયભીત થઈ જાય છે, હિંમત હારી જાય છે અને છેવટે થાકીને બેસી જાય છે. સવારે આંખ ખોલતાની સાથે જ નકારાત્મક વિચારો માનવીને ઘેરી લેતા હોય છે. મારાથી આ કેમ થશે? હું કરી શકીશ કે નહીં? સફળતા નહીં મળે તો? વગેરે વગેરે… ચિંતાથી જ શરૂ થતો દિવસ ચિંતામાં જ પૂરો થાય છે અને આમ જ વર્ષોનાં વર્ષ અને જિંદગી વીતી જાય છે.

બિઝનેસમાં નિષ્ફળતા મળવી, પરીક્ષામાં નાપાસ થવું કે નબળું પરિણામ આવવું, ધાર્યું કામ પાર ન પડવું, ઈચ્છા મુજબ ન થવું, અથવા જરૂરિયાતો પૂરી ન થવી એ સહજ છે. પણ આવું કોને વિચારવું છે! અમારે તો ઈન્સ્ટન્ટ જોઈએ છે, જરાય ધીરજ રાખવી નથી. જે જોઈએ તે વગર મહેનતે જોઈએ છે, બીજો પ્રયત્ન જ કરવો નથી. સફળ થવું છે પરંતુ સંઘર્ષ કરવો નથી. બસ, નાની એવી મુશ્કેલી કે તરત હતાશ થઇ જાઈ છે.

પછી સામે ઝઝૂમવાની તો વાત જ શું? આવી સ્થિતિમાં જરા પણ વિચાર કર્યા વગર અવળું પગલું ભરી લેવું એ સામાન્ય થઈ ગયું છે. ઉંમરનો એક પડાવ પાર કરી ચૂકેલા લોકો તો ઠીક પણ યુવાઓ અને યુવાનીના ઊંબરે ઊભેલા નવલોહિયાઓની પણ આ જ મૂંઝવણ છે. કોઈનામાં નથી આત્મવિશ્વાસ કે નથી ઈશવિશ્વાસ. આજકાલ જીવનના દરેક ક્ષેત્રમાં તેની વિપરીત અસરો થઈ રહી છે.

અરે, આજે તો સંબંધો જેવા સંબંધો પણ એમાંથી બાકાત રહ્યા નથી. ગુસ્સો, ડર, શંકા-કુશંકા, ઉદાસીનતા અને આધિ-વ્યાધિ જેવી સ્વરચિત જાળમાં ફસાયેલો માણસ બેઠો કેમ થાય? આવા મરેલા મનના માણસને શું જોઈએ? ઓબ્વિયસલી મોટિવેશન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મોરારિબાપુએ હનુમાનજીના ચાર અક્ષર પરથી આપ્યા જીવનમાં સફળ થવાના સૂત્ર- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*